પ્રાંતિજમાં અસામાજિક તત્ત્વોએ પાલિકાના કોમ્યુનિટી હોલમાં તોડફોડ કરી ઓઇલ નાખ્યું

735

પ્રાંતિજ શીગોડી ભોઇવાસ ખાતે લાખો રૂપિયાના ખર્ચે પ્રાંતિજ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલમાં તોડફોડ બાદ કાળા ઓઇલ નો છંટકાવ કરી અસામાજિક તત્વો દ્વારા નવીન બનેલ કોમ્યુનિટી હોલનો નકશો બદલી નાખવામાં આવ્યો હતો.

પ્રાંતિજના ભોઇવાસ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ કે જેનું હજુ લોકાર્પણ થયેલ નથી તે હોલમાં રવિવારે અસામાજિક તત્વો દ્વારા કોમ્યુનિટી હોલનો મેન દરવાજો સંડાશ બાથરૂમ ના દરવાજા કાચની બારીઓ સહિતની તોડફોડ કરી સરકારી મિલકતને મોટું નુકસાન પોહચાડયુ હતું. હોલ ની બહારની દીવાલો ઉપર અને કોમ્યુનિટી હોલમાં ઓઇલ નો છંટકાવ કર્યો હતો. આ કોમ્યુનિટી હોલ નું કામ શરૂ થતાની સાથે એક જ સમાજના બે જૂથો વચ્ચે અંદરોઅંદર અથડામણ થઈ હતી અને આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ રવિવારની રજા છે અને આ ઘટનાની આપના દ્વારા મને જાણ થઈ છે અને આવતીકાલે તપાસ કરી કાર્યવાહી હાથ ધરીશું.

Previous articleનવનિર્મિત સેશન્સ કોર્ટમાંથી ૬૪ નળની ચોરી, ચોર પકડાયો
Next articleછુટાછેડા લીધા વિના જ પરીણિતાને બીજા યુવકને પરણાવી દીધી