બાબરા ગ્રા.પં. હસ્તક પબ્લિક ઇન્ફોર્મેશન હોર્ડીંગમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની રાવ

558

ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિકાસ કમિશ્નરના પરિપત્રથી ગામો ગામ પબ્લિક ઇન્ફોર્મેશન ડિસ્પ્લે બોર્ડ મુકવા અંગે દરેક જીલ્લાના અધિકારી વર્ગ દ્વારા જુદી જુદી ગ્રામ પંચાયતોમાં લેખિત મૌખિક પ્રકારના આદેશો જાહેર કરવામાં આવતા ગ્રામ્ય જનતાએ સહર્ષ સ્વીકારી અને ગામો ગામ જાહેર માહિતી માટે રાજ્ય સરકારે લીધેલું પગલું આવકાર્યું છે

પરંતુ આવા બોર્ડ બનાવી મુકવા માં લાખો ના ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારી વર્ગ ની કુનેહ કામ કરતી હોઈ તેમ સામાન્ય બોર્ડ ના ૫૦ થી ૫૫  હજાર ઉપરાંત ની રકમો કામ કરનાર પાર્ટી ને ચુકવવા માં આવી રહ્યા નું અને આ રકમ જરૂરીયાત કરતા ત્રણ ગણી ચુકવવા માં આવતી હોવાનું વ્યાપક ચર્ચા માં આવતા અધિકારી અને કોન્ટ્રાકટર ની મિલીભગત થી જીલ્લા ભર માં કોભાંડ આચરવા માં આવી રહ્યા ની ચર્ચા સ્થાનિક ગ્રામ સ્વરાજ પંચાયતો માં ચુટાયેલા જન પ્રતીનીધી ના મુખે સંભાળવા મળે છે ગ્રામ્યકક્ષાએ આવા બોર્ડ નું કામ અધિકારી ના માનીતા લોકો પાસે ફરજીયાત કરાવવા માટે સ્થાનિક મોવડી નનૈયો કરે તો સરકારી ભાષા માં આડકતરી સુચના અને હેરાનગતી વધારનારા પત્રો ગ્રામપંચાયતો ને પાઠવવા માં આવી રહ્યા છે જેથી ફરજીયાત અધિકારી વર્ગ ના માનીતા લોકો પાસે બોર્ડ નું કામ કરાવી અને મોઢે માગ્યા બીલો ના ચુકવણા કરવા સહયોગ આપવો ફરજીયાત થયા નું જાણવા મળે છે         આ મુદ્દે અલગ પ્રકારે છણાવટ કરતા બાબરા તાલુકા પંચાયત ના સદસ્ય કુલદીપભાઈ બસિયા દ્વારા જીલ્લા સંકલન ફરિયાદ નિવારણ માં મુકેલા સવાલ માં જણાવ્યા મુજબ ગ્રામ્યસ્તર ની વસ્તી આધારિત ગ્રામ વિકાસ ની ગ્રાન્ટો ઉપર ગ્રામપંચાયતો નો અધિકાર હોઈ છે પરંતુ સરકારી પરીપત્રો માં આવી ગ્રાન્ટો માંથી હેડીંગ બોર્ડ બનાવવાની ફરઝ પાડવા માં આવતા ગ્રામ્ય વિકાસ ની સ્વતંત્ર મળતી રકમ ની અડધી રકમ  તો  આવી  જાહેરાત ખર્ચ માં વેડફાટ થાય છે માટે આવા કામો માટે અલગ થી ગ્રાન્ટો આપવી જરૂરી બની છે

રાજ્યસરકાર ના આદેશો માં આવી રકમ વાપરવા કોઈ અલગ બજેટ આપવા માં આવ્યું નથી જેથી સ્થાનિક વિકાસ ના કામો ટલ્લે ચઢાવી અને સરકારી પરિપત્રો ને અનુસરવું ફરજીયાત થયુ છે અને બીજી બાજુ સરકારી બાબુ ના મળતિયા પાસે મોટી રકમો ચૂકવી આવા કામો કરાવવા માં આવી રહ્યા હોવાથી મોટી રકમ નો દુર્વ્યવ થવા માં છે  રાજ્ય સરકાર ના ઉચ્ચ ક્ક્‌ષા ના અધિકારી વર્ગ દ્વારા તપાસ ટીમ બનાવી  આવા ચૂકવાયેલા બીલો ની રીકવરી કરવા અને આવનારા આવા ખર્ચ ના બીલો ઉપર રોક લગાવવા માં આવે તે જરૂર નું હોવાનું તાલુકા પંચાયત સદસ્ય કુલદીપભાઈ બસિયા દ્વારા મુખ્યમંત્રી ને લખેલા પત્ર માંથી જાણવા મળે છે.

Previous articleલૂંટના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી
Next article૭ જિલ્લામાંથી હદપાર થયેલ મહિલા કોલેજ પાસેથી ઝડપાયો