ચૂંટણીમાં પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કર્યો

643
GUJ2212018-6.jpg

વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોત-પોતાના મત વિસ્તારોમાં કેટલો ખર્ચ કર્યો તેની રકમ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી હતી. ઉમેદવારોના જાહેર થયેલા ખર્ચમાં, પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ જોઇએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાધાણીએ ૨૪ લાખ ૮૯ હજાર ૩૦૬ રૂપિયાનો કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૮,૬૫,૦૬૧ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિજય રૂપાણીએ ચાર સભા રેલી માટે રૂપિયા ૩,૨૪,૦૦૦ રૂપિયા, પ્રચાર વાહનો માટે ૪,૮૪,૦૦૦ રૂપિયા, કાર્યકરોને આપેલું માનદ વેતન ૩,૮૯,૫૦૦ રૂપિયા, ભોજન તથા અન્ય ખર્ચ ૨,૧૩,૨૫૦ રૂપિયા દર્શાવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની મહેસાણા બેઠક પર ૧૬,૩૭,૫૨૧ રૂપિયા ખર્ચ કર્યો છે. જેમાં પ્રચાર, સભા અને રેલી માટે રૂપિયા ૫,૭૧,૦૨૨, પ્રચાર સામગ્રી ખર્ચ માટે ૨,૦૭,૦૭૮ રૂપિયા, સોશિયલ મીડિયા ખર્ચ ૬૪,૬૨૦ રૂપિયા, વાહનો પાછળ ખર્ચ ૬૬,૦૦૪ રૂપિયા, પ્રચાર એજન્ટ ખર્ચ ૨,૬૬,૧૧૩ રૂપિયા, ચા પાણી પાછળ ખર્ચ ૩૬,૪૯૫ રૂપિયા, ભોજન ખર્ચ ૧,૭૭,૫૬૦ રૂપિયા, સંસ્થાઓ-વ્યક્તિઓ દ્વારા મળેલી રકમ ૨,૫૦,૦૦૦ રૂપિયા દર્શાવી છે. નીતિન પટેલને પક્ષ તરફથી ખર્ચ માટે ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાઘાણીએ ૨૪,૮૯,૩૦૬ રૂપિયાનો કર્યો છે. જેમાં જાહેર સભા સરઘસ રેલી ખર્ચ – ૬,૭૮,૧૫૯ પ્રચાર સામગ્રી નો ખર્ચ – ૧,૮૭,૨૨૦ સોશિયલ મીડિયા – ૩,૦૧,૭૫૫ વાહન ખર્ચ – ૫,૨૨,૦૬૭ ચા પાણી ખર્ચ – ૨૦ હજાર પ્રચાર કાર્યકરોના ભોજન – ૩૮ હજાર વાઘાણીએ પક્ષ તરફથી મળેલી રકમ ૨૦ લાખ રૂપિયા દર્શાવી છે.  જ્યારે પ્રચારકોની જાહેરસભા પાછળ ૪,૭૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ૮ લાખ ૬૭ હજાર ૯૦૮ રૂપિયાનો ચૂંટણી પ્રચારમાં ખર્ચ કર્યો છે. અમરેલી કોંગ્રેસ જાહેર સભા સરઘસ રેલી પાછળ ખર્ચ ૬,૬૧,૯૬૦ રૂપિયા, પ્રચાર સામગ્રી માટે ૧,૧૦,૮૮૦ રૂપિયા, ચા પાણી ખર્ચ ૧૯,૦૦૫ રૂપિયા, સ્ટાર પ્રચારકોના નિવાસ અને ભોજન ખર્ચ ૧,૧૬,૫૪૦ ખર્ચ દર્શાવ્યો છે.
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ ૭,૬૫,૪૩૩ વાહન ખર્ચ – ૬૮,૦૦૦ ચા પાણી ખર્ચ – ૬૨,૦૦૦ ભોજન અને અન્ય ખર્ચ ૩,૯૩,૮૯૭ રૂપિયા દર્શાવ્યો છે. તેમને પક્ષ તરફથી ખર્ચ પેટે ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પ્રથમ વખત ચૂંટણી લડનાર યુવા અને અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ પણ ૫ લાખ ૨૦ હજાર ૫૫૩ રૂપિયાનો ચૂંટણી કર્યો છે. જેમાં વડગામ અપક્ષ જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ – ૪,૯૩,૭૨૮ વાહન ખર્ચ – ૨૧,૮૨૫ ચા પાણી – ૧,૮૦૦ સ્ટાર પ્રચારકો નિવાસ અને ભોજન ખર્ચ – ૧ લાખ કૂલ ખર્ચ – ૫,૨૦,૫૫૩ દર્શાવાયો છે. જ્યારે વ્યક્તિઓ સંસ્થાઓ તરફથી મળેલી રકમ – ૫,૫૬,૬૧૧ દર્શાવવામાં આવી છે.

Previous articleગુસ્તાખી માફ
Next articleલક્ષ્યાંકો નક્કી કરી ઇમાનદારી સાથે પ્રયત્ન જરૂરી : રાષ્ટ્રપતિ