પાલિતાણા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વિરપુર પ્રા.શાળામાં ઉજવાયો

797
bvn2812018-8.jpg

પાલિતાણા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલિતાણા તાલુકાના વિરપુર ગામે વિરપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. તેમાં પાલિતાણાના ડેપયુટી કલેકટર એમ.પી. પટેલ, મામલતદાર કે.કે.પંડ્યા, ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન પી. વાઢેર, નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન પંડિત, ટીડીઓ બાથાણી, તાલુકા શિક્ષણ અધિકારી જોશ્નાબા જાડેજા, પાલિતાણાના પીઆઈ વી.એસ.માંજરિયા, તેમજ રાજકીય સામાજીક આગેવાનો તેમજ ગામ લોકો શાળાનો સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.