પાલિતાણા એજયુકેશન સોસાયટી દ્વારા મહિલા કોલેજ ખાતે ધ્વજવંદન કરાયું

930
bvn2812018-10.jpg

પીએનઆર શાહ આર્ટસ કોલેજ ખાતે ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધ્વજવંદન કરી કરાઈ હતી. તેમાં પાલિતાણા એજયુકેશન સોસાયટી સચાંલિત ચાલતી પાલિતાણા હાઈસ્કુલ એમ.એમ. કન્યા વિદ્યાલય, મહિલા આર્ટસ કોલેજ પી.એન.આર. શાહ બાલમંદિર તેમજ માધ્યમિક શાળાનો સંયુકત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન બાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એજયુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા તેમજ એજયુકેશન સોસાયટીના સભ્યો તેમજ એજયુકેશન સોસાયટી સંચાલિત દરેક શાળાના આચાર્યો શિક્ષકો તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ જોડાયા હતાં.