શાહીબાગ વિસ્તારમાંથી પોલીસે ૧૦૦ કિલો પશુમાંસ ઝડપી પાડ્‌યું, ત્રણ આરોપીઓની ધરપકડ

652

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ડફનાળા ચાર રસ્તા નજીક ગત રાતે પોલીસે ૧૦૦ કિ.લો જેટલું પશુ માંસ ઝડપી પાડ્‌યું હતું. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓ વિજાપુર પાસેથી પશુ માંસ લાવ્યાં હતાં.

શાહીબાગ પોલીસ સ્ટેશનની ટૂ-ગાડીને મેસેજ મળ્યો હતો કે, ડફનાળા પાસે એક રિક્ષામાં પશુ માંસ લઇ જવામાં આવ્યું રહ્યું છે. જેના આધારે પોલીસ ત્યાં પહોંચતા એક રિક્ષા મળી આવી હતી. રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સની પૂછપરછ કરતા એકનું નામ ઇમરાન શૈયદ (મિરજાપુર) બીજાનું નામ મોહંમદ કુરેશી (મિરજાપુર) અલતમસ કુરેશી (મિરજાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિક્ષામાં તપાસ કરતા બે કંતાનના કોથળા મળી આવ્યાં હતાં. જેને ખોલીને જોતા અંદાજે ૧૦૦ કિ.લો જેટલું પશુ માંસ મળી આવ્યું હતું. જેને પોલીસે કબ્જે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વિજાપુર પાસે કોના પાસેથી ગૌમાંસ લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી હતી

Previous articleMCIની મંજુરી નહિ છતાં વીએસમાંથી SVPમાં ડોક્ટરની ટ્રાન્સફર કરાઈ
Next articleકચ્છના નાના રણમાં મીઠા ઝરા નીકળ્યા, લોકોએ પાણીના વધામણાં કર્યા