લાયન્સ કલબ ઓફ ભાવનગર સીટી દ્વારા મારૂતી યોગ આશ્રમ શાળામાં ધ્વજવંદન કરાયું

1685
bvn2812018-12.jpg

લાયન્સ કલબ ઓફ ભાવનગર સીટી દ્વારા ૬૯  પ્રજાસત્તાકદિન નિમિતે મારુતી યોગ આશ્રમ નગરપ્રાથમિક સ્કૂલ કાળીયાબીડ ખાતે ધ્વજવંદનનો તેમજ ભારતમાતાનું પૂજનનો કાર્યક્રમ યોજાયેલ. નાના બાળકોએ સુંદર દેશભક્તિની કૃતિ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરેલ  અને સંસ્થા તરફથી ૧૨૫૦નું ઇનામ કૃતિ કરનાર બાળકોને  પ્રમુખ લાયન ચંદ્રેશભાઈ શાહ  દ્વારા આપવામાં આવેલ અને  લાયન્સસીટી તરફથી કુલ ૧૪૫ બાળકોને નાસ્તો આપવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રમુખ લાયન ચંદ્રેશભાઈ શાહ સેક્રેટરી લાયન નિલેશભાઈ દવે ટ્રેઝરર લાયન દિલીપભાઈ ત્રિવેદી પ્રોજેક્ટ ચેરમન લાયન ભાવેશભાઇ ડોડીયા લાયન અલ્પેશભાઈ પટેલ લાયન રાજેશભાઈ શાહ લાયન મનીષભાઈ ઠક્કર લાયન રાજનભાઈ મેહતા તેમજ સ્કૂલ આચાર્ય જયપ્રકાશભાઈ તેમજ શિક્ષકઓ ખાસ  ઉપસ્થિત રહેલ.

Previous articleસંસદિય સચિવોની નિમણૂંક રોકવા શક્તિસિંહ ગોહિલનો ગર્વનરને પત્ર
Next articleસિહોરમાં ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો