અંબાજી નજીક ગમખ્વાર દુર્ઘટના : ૧૦ના મોત થયા

680

અંબાજી નજીક આજે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત થતા દસથી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૫થી પણ વધુ જણાવવામાં આવી છે. જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત સુધી મોતના આંકડાને લઈને ભારે વિરોધાભાસની સ્થિતિ રહી હતી. કેટલાક અહેવાલમાં મોતનો આંકડો ૧૦ કરતા પણ વધુ દર્શાવવામાં આવ્યો હતો. જાણવા મળેલી માહિતી મુજબ પીકઅપ ગાડીને એકાએક બ્રેક ફેલ થઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, સાત લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. બનાવની જાણ થતા તમામ સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની વિગત એવી છે કે, અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત ૭થી વધુ લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતા ત્રિસુળીયા ઘાટ પાસે ડાલુ પલટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અકસ્માત સર્જાતા ૧૦૮ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં ઘટના સ્થળે જ ૭ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૦ કરતા વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા  આપવામાં આવેલી માહિતી અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.

શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. અંબાજી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો શ્રદ્ધાળુઓ હતા અને દર્શન કરવા માટે જ પહોંચ્યા હતા. અકસ્માતને લઈને આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.

 

Previous articleમેઘાણીનગર : બુટલેગરોનો આંતક, બાળકીની હત્યા થઈ
Next articleફોસીલપાર્ક ડાયનાસોર મ્યુઝીયમનો આજથી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પ્રારંભ