સુરકા ગામે તળાવમાં ડુબી જતા યુવતીનુ મોત

674
bhav30-1-2018-1.jpg

ઘોઘા તાબેના સુરકા ગામે તળાવના કાઠે કપડા ધોવા ગયેલ આશાસ્પદ યુવતિ અકસ્માતે તળાવમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું.
ઘોઘા તાલુકાના સુરકા ગામે રહેતા કોળી હિમતભાઈ કંટારીયાની યુવાન પુત્રી સેજલ ઉ.૧૮ આજરોજ સવારના સમયે ગામમાં આવેલ તળાવના કાંઠે કપડા ધોવા માટે ગઈ હતી જ્યાં અકસ્માતે પગ લપસતા સેજલ તળાવના ઉંડા પાણીમા ંગરક થઈ જતા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. મૃતક યુવતી ભાવનગરની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી આ આશાસ્પદ યુવતીના પગલે કોળી સમાજમાં ઘેરા શોકનું મોજુ ફરિ વળ્યુ હતું આ બનાવની અને મૃતક યુવતીને પાણીમાંથી બહાર કાઢી હતી આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનું પંચનામું કરી પી.એમ.અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
 

Previous article એક વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો
Next article રાજુલા ખાતે NSUIનું વિશાળ સંમેલન યોજાયું