ડેપોમાં રહેલા ભયજનક ર્હોડિંગ્સ તાત્કાલિક ઉતારી દેવાનો આદેશ

499

વાયુ વાવાઝોડાને પગલે એસ ટી ડેપોમાં ઉભા ભયનજન હોડિંગ્સ, ઝાડ કે પતરા પડવાથી નુકશાન થાય નહી તે માટે તેને ઉતારી લેવાનો આદેશ એસ ટી નિગમ દ્વારા રાજ્યના તમામ એસ ટી ડેપો મેનેજરોને સુચના આપવામાં આવી છે.

ઉપરાંત ડેપો મેનેજરે હેડ ક્વાર્ટસ નહી છોડવા તેમજ સુપરવાઇઝર સ્ટાફ તેમજ ડ્રાયવર અને કંડક્ટરની સાથે મિટીંગ કરીને સાવચેતી રાખવા સુચના આપવી. ડ્રાયવર અને કંડક્ટરને છાપરા ઉપર રાત્રે ન સુવાની પણ સુચના આપવામાં આવી છે.

રાજ્યના દરિયાકિનારે વાયુ વાવાઝોડું તારીખ ૧૩મી થી તારીખ ૧૫મી સુધીમાં ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉપરાંત વાયુ વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે વાયુ વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના તમામ ડેપો મેનેજરોને શું શું તકેદારી રાખવી તેની સુચના આપી દેવામાં આવી છે.

એસ ટી ડેપોમાં ભયજનક હોડિંગ્સ હોય તો તાત્કાલિક અસરથી ઉતારી દેવા, ડેપોમાં કે સ્ટેન્ડમાં કોઇ ઝાડ કે પતરા પડવાથી નુકશાન થાય તેમ હોય તો તેનું તાકિદે રિપેરીંગ કરાવવાના આદેશો કર્યા છે. એસ ટી ડેપોમાં જ કન્ટ્રોલ રૂમ શરૂ કરીને રાઉન્ડ ધ ક્લોક કર્મચારી મુકીને સમયાંતરે માહિતી વિભાગીય નિયામકની કચેરીને જાણ કરવા સુચના આપી છે.

ડેપો મેનેજરે વાવાઝોડાની આગાહી પૂર્ણ થાય નહી ત્યાં સુધી ફરજિયાત હેડક્વાર્ટસ નહી છોડવાનો આદેશ કર્યો છે. ડેપોના સુપરવાઇઝ, ડ્રાયવર અને કંડક્ટર સહિતના સ્ટાફ સાથે મિટીંગ કરીને વાવાઝોડા દરમિયાન કેવા કેવા પ્રકારની સાવચેતી રાખવી તેની જાણકારી આપવી. નાઇટ આઉટ સર્વિસોમાં ફરતા ડ્રાયવર અને કંડક્ટરોને રાત્રે છાપરા ઉપર નહી સુવાની સુચના આપવી. ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝર સ્ટાફે પોતાના મોબાઇલ સતત ચાલુ રાખવા અને સ્થાનિક ઓથોરીટીના સતત સંપર્કમાં રહેવા ડેપો મેનેજરોને સુચના આપવામાં આવી છે.

Previous article’વાયુ’ની અસર, ભારે પવન સાથે મેઘ મહેરમાં અમદાવાદ ભીંજાયું
Next articleઅમીરગઢઃ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને એમ્બ્યુલન્સ ખાડામાં ઊંધી પલટી