૧૭ મીની સામાન્ય સભા તોફાની બને તેવા એંધાણ

458

સામાન્ય સભામાં માત્ર વિપક્ષ જ કડાકા ભડાકા કરશે તેવી વાત આ વખતે રહેવાની નથી. શાસક પક્ષના અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે મહા પાલિકામાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પારદર્શક નહીં હોવાનું અને શંકાસ્પદ બાબતો સામે આવી હોવાનું જણાવી વિરોધ વ્યક્ત કરીને તપાસ કરવાની માગણી કરતી દરખાસ્ત દાખલ કરી છે.

મતલબ કે સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો સંયુક્ત રીતે મેયર અને કમિશનરને ભીંસમાં લેવાના છે. પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે જીટીયુએ ઓએમઆર પદ્ધતિએ પરીક્ષા લીધા પછી તેને સ્કેન કરી નથી, કે પરિણામ આપ્યુ નથી.મેરિટમાં માત્ર ઉમેદવારના નંબર લખ્યા છે. રોસ્ટર પ્રમાણે કઇ જાતિના કેટલા માર્કસ પર મેરિટ મુક્યુ નથી. પરીક્ષા બાદ સીધુ વેરિફીકેશ કરાઇ રહ્યું છે. પરિણામે ગેરરીતી થશે. જીટીયુને કોન્ટ્રાક્ટ અપાયો હતો, છતાં ટાઇપિંગ ટેસ્ટ મહાપાલિકા લેવાની છે, જે અયોગ્ય છે. આ રીતે મનપાના પૂર્વ ચેરમેન દ્વારા જ ભરતી અંગે કેટલાંક સવાલો ઉઠાવાતા ચકચાર મચી ગઈ છે.

સામાન્ય સભામાં વિવિધ કામ અને મુલત્વી એજન્ડા મુકવાની મ્યુનિસિપલ સેક્રેટરીની કાયદેસર ફરજ હોવા છતાં અગાઉના રંગમંચના ભાડા નિયત કરવાના, પોલીસને આપેલી ટોઇંગ વાનનો ખર્ચ મંજુર કરવા, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્ટાર રેટીંગની ભલામણ, નગર સેવકોના માનદ ભથ્થા સહિતના અગાઉના એજન્ડા સામાન્ય સભામાં મુકાયા નહીં હોવાની ફરિયાદ વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કમિશનરને કરી છે.

નગરમાં આંતરિક માર્ગોની સફાઇ વ્યવસ્થા ગોઠવવા ૪.૧૫ કરોડની બજેટ જોગવાઇ કર્યા પછી તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરાઇ નથી અને મહાપાલિકાની સફાઇની મુખ્ય કામગીરી ખોરંભે કરાઇ છે. જો ૧ જુલાઇ સુધીમાં કામગીરી શરૂ નહીં કરાય તો સરકારમાં મેયર વિરૂદ્ધ રજૂઆત કરવાનું જણાવતી દરખાસ્ત મનુભાઇ પટેલે દાખલ કરી છે. આ રીતે આગામી સોમવારે મનપાની સામાન્ય સભા મળે તે પહેલા જ વિપક્ષ તેમજ મનપાના પૂર્વ ચેરમેન તરફથી મનપામા થઈ રહેલી ભરતી અંગે કેટલીક શંકાઓ સાથે સવાલો ઉભા કરવામા આવરતા હાલ આ મામલે ગરમાવો આવી ગયો છે જોઈએ આગળ શું થાય છે.

Previous articleત્રાડીયા ગામમાં કરંટ લાગતાં ૧નું મોત, ૬ને ઈજા
Next articleવૃક્ષપ્રેમી ડેપ્યુટી મેયરનો ગાંધીનગર ગ્રીનનો સંકલ્પ