કેન્દ્ર સરકારે નકામું અને નિરાશાજનક બજેટ આપ્યું છે : ભરતસિંહ સોલંકી

803
guj222018-5.jpg

નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં વર્ષ ૨૦૧૮/૧૯નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલું બજેટ નકામું અને નિરાશાજનક છે. સરકાર પાસે આ બજેટમાં અનેક અપેક્ષાઓ હતી પરંતુ આ બજેટ નબળું પુરવાર થયું છે. બજેટમાં કોઈ નક્કર પગલા લેવાયા નથી. 
ભરતસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ બજેટ ચૂંટણીની તૈયારી કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે. મધ્યમ વર્ગ સાથે આ બજેટ દ્વારા ચેડા કરવામાં આવ્યા છે. ગૃહિણીઓ માટે બજેટમાં કોઈ ચોક્કસ લાભ આપ્યો નથી. 
આ બજેટને કારણે ફુગાવો વધશે. મધ્યમ અને સામાન્ય વર્ગને કોઈ લાભ આપવામાં આવ્યો નથી. આ બજેટને જોતા રોજગારીને કોઈ તકો ઉભી થાય તેવુ લાગતું નથી. વડાપ્રધાન મોદી અને અરૂણ જેટલીએ રાહુલ ગાંધીનો આભાર માનવો જોઈએ. રાહુલ ગાંધીની વાતને માનીને બજેટમાં ખેડૂતો માટે કોસ્ટ પ્લસ ૫૦ ટકા માર્જિનની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ ખેડૂતોના હક્કની જે વાત કરી હતી તે ધ્યાને લેવામાં આવી છે.