જીવનશૈલી અને સાહસમાં એકદમ નવો જ અનુભવ એકદમ નવી વી-ક્રોસ અહીં છે

489

ભારતના ઓટો-ચાહકો અને સમજદાર સાહસપ્રેમીઓ માટે ફરી આનંદના સમાચાર છે. ભારતની સૌથી વધુ પસંદગી પામતી પિક-અપ ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ નવા અવતારમાં આવી છે અને હવે તેની અદભૂત નવી ડિઝાઈન અને શ્રેણીમાં અગ્રણી વિશેષતાઓ સાથે વધુ ઈચ્છનીય બની છે. એકદમ નવી વી-ક્રોસ આક્રમક, શાર્પ અને સોલિડ સ્વરૂપ ધરાવે છે જે તેના નવા ફ્રન્ટ ગ્રિલ અને નવીનતમ ડિઝાઈન્ડ કોન્ટોર્સથી શક્ય બન્યું છે. તે નવા ૨૦ એડવાન્સમેન્ટ સાથે ઓન રોડ કે ઓફ રોડ પર સ્ટેન્ડઆઉટ પર્ફોર્મર બની રહેશે.

નવી વી-ક્રોસ તેના અગાઉના મોડેલની સમાન પ્રાઈસ ટેગ સાથે આવે છે અને તે આકર્ષક રીતે રૂ. ૧૫.૫૧ લાખમાં (સ્ટાન્ડર્ડ વેરિએન્ટ)માં અને રૂ. ૧૭.૦૩ લાખ (ઝેડ વેરિઅન્ટ), એક્સ શોરૂમ, મુંબઈ ખાતે રજૂ કરાઈ છે. હવે આ વી-ક્રોસ ખરેખર એસ્પિરેશનલ બની છે અને તે  દેશની એકમાત્ર વ્યાપક અને કોમ્પિટન્ટ લાઈફસ્ટાઈલ અને એડવેન્ચર પિક અપ છે. નવી ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ તેના ડીએનએને જાળવે છે અને ‘ગેમ ચેન્જર’ તરીકે ઈન્ડિયન લાઈફસ્ટાઈલ પિક અપ સેગમેન્ટ ટ્રાન્સફોર્મ કરી રહી છે અને ફરી એકવાર નવા અવતારમાં આવી છે. શો સ્ટોપર તેની ડિઝાઈન સાથે અને તેની લિજેન્ડરી ક્ષમતાઓ સાથે નોર્મ્સને પડકારી રહી છે અને તમને એકદમ રોમાંચિત કરવા સક્ષમ છે.વર્ષ ૨૦૧૬માં લોન્ચ થયા પછી થી, ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ એક માત્ર લાઈફસ્ટાઈલ પિક અપ દેશ માટે બની રહી છે અને તે ભારતીય ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તેણે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં અદભૂત સ્થાન મેળવ્યું છે અને સક્રિય રીતે અનેક ભારતીય ગ્રાહકો  માટે જીવનના નવા પ્રકરણને પ્રોત્સાહિત કરે છે. વી-ક્રોસની ઓટો એક્સપર્ટ દ્વારા ખૂબ પ્રશંસા થઈ છે અને ઈન્ડિયન ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તેને ‘ગેમ ચેન્જર’ ગણવામાં આવી છે.

Previous articleકિયા સેલ્ટોઝે ભારતમાંથી વૈશ્વિક પદાર્પણ કર્યું
Next articleક્વોલિટી માર્ક એવોડ્‌ર્સના અંતિમ રાઉન્ડ માટે ૩૫૦ કંપનીઓની  પસંદગી કરાઈ