ક્વોલિટી માર્ક એવોડ્‌ર્સના અંતિમ રાઉન્ડ માટે ૩૫૦ કંપનીઓની  પસંદગી કરાઈ

473

જે ઉદ્યોગમાં આશાવાદી સફળતા સાથે બજારમાં છે એવી કંપનીઓ ના ઉત્પાદનો અને સેવાઓ માટે ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ લાવ્યા છે તેમની ૯ મી આવૃત્તિ ક્વૉલિટી માર્ક એવોડ્‌ર્સ ૨૦૧૯. તેમની છેલ્લી આઠ આવૃત્તિઓની ઉદ્યોગ જગતના  લોકો ધ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને હવે ૯ મી આવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

દેશભરમાં કુલ ૧,૮૦૦ જેટલી જાણીતી કંપનીઓ અને વ્યવસાયિકોએ ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ની વેબ સાઇટ ધ્વારા નોમિનેશનમાં ભાગ લીધો, જેમાંથી લગભગ ૧૨૦૦ કંપનીઓ અને ઉદ્યોગપતિઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. ક્વૉલિટી માર્ક એવોડ્‌ર્સ માટે ટોચના સહભાગીઓને પસંદ કરવા માટે, ૮૦૦ કંપનીઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરાયેલી કંપનીઓમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે પછી, ક્વૉલિટી માર્ક એવોડ્‌ર્સ માટે કુલ ૩૫૦ કંપનીઓને નોમિનેટ કરવામાં આવી છે. આમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને હરિયાણાના રાજ્યોમાંથી આવતા વેપારીઓનો સમાવેશ થાય છે.  આ એપ્લિકેશન પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. સંસ્થાના પ્રમુખ હેતલભાઇ ઠક્કરે  જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા  તથા  ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી  કુંવરજી ભાઈ બાવળીયા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને મહેમાન તરીકે ભારત સરકાર પારિલામેન્ટના સભ્ય  કિરિટભાઈ સોલંકી, બિજલબેન પટેલ, મેયર  અમદાવાદ,  હિતુ કનોડીયા, એમ એલ એ – ગુજરાત અને બીજેવાયએમના પ્રમુખ ડૉ. રુત્વિજ પટેલ હાજરી આપશે. કાર્યક્રમ ના ખાસ મહેમાન તરીકે બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી, તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના મયુર વાકાણી અને બોલીવૂડ અભિનેત્રી આરતી નાગપાલ હશે.

નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રસ્ટના જ્યુરી સભ્યો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરે છે. દેશના જુદા જુદા ભાગોમાં હાજર સંસ્થાઓ ધ્વારા પસંદગી પામેલા ઉમેદવારો અને સંગઠનોની તેમના કાર્ય અને સંસ્થાના આધારે મુલાકાત લેવી જરૂરી છે અને તેમના ગ્રાહકોને આપવામાં આવતી ગુણવત્તા અને સેવાઓ વિશેની માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ ધ્વારા, તે સંસ્થાની ચોક્કસ ક્ષમતા પણ શોધી શકાય છે. આ પછી, સંસ્થાના જ્યુરી સભ્યો, ધીરજ રાઠી, ડિરેક્ટર બીએમઆરટીએડીએ, નવિન ચોપરા, સીઇઓ એજાઇલ ગ્રુપ,  મૈથ્લી રામકૃષ્ણન ભૂતપૂર્વ આરબીઆઈ ઓડિટર,  અરવિંદ વેગડા, વી.પી. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ અને ગુજરાતી રોક સ્ટાર, નિતલ ઝવેરી, સીઇઓ કન્સેપ્ટ કન્સલ્ટિંગ, આર કે રાજપુત એડવોકેટ- ગુજરાત હાઇકોર્ટ, શ્રી ચેતન ત્રિવેદી, ડોક્ટર,  જે.એમ. કુંભાની, પ્રમુખ, ઓલ ઇન્ડિયા એગ્રી ઇનપુટ એસોસિયેશન અને બિલ્ડર કેતન સેઠ ધ્વારા વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ તારીખ ૨૩ જુન ૨૦૧૯ ના રોજ  ડબલ ટ્રી બાય હિલ્ટન અમદાવાદ ખાતે સાંજે ૫ઃ૩૦ વાગ્યાથી યોજાઇ રહેલ છે

Previous articleજીવનશૈલી અને સાહસમાં એકદમ નવો જ અનુભવ એકદમ નવી વી-ક્રોસ અહીં છે
Next articleમહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં હેરાન કરનારા લોકોના નામ