ભારત યોગ રંગમાં રંગાયુ : કરોડો લોકોએ યોગ કર્યા

362

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું આજે નેતૃત્વ કર્યું હતું. મોદીએ પોતે રાંચીમાં ૩૦ હજારથી  વધુ લોકોની સાથે  ઉત્સાહપૂર્વક  યોગ કાર્યક્રમમાં ભાગ લીધો  હતો. મોદી યોગ કાર્યક્રમ વેળા તમામ લોકોની વચ્ચે યોગ પ્રક્રિયા કરતા દેખાયા હતા.યોગાસન શરૂ કરતા પહેલા મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને શુભેચ્છા પાઠવી હતી.  આઇટીબીપીના જવાનોએ ૧૯૦૦૦ ફુટની ઉંચાઇએ સ્થિત વિસ્તારમાં યોગ કરીને ગર્વની લાગણી ફેલાવી દીધી હતી. લડાખમાં જવાનો યોગા કરતા દેખાયા હતા. મોદી યુવાનોની વચ્ચે યોગ કરતા નજરે પડ્યા હતા. ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ૧૯૧ દેશોનું નેતૃત્વ કર્યું હતુ. આજે સવારે મોદી પોતે પણ યોગાસન કરવા માટે બેસી ગયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમ રાંચીમાં યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહ્યા હતા અને યોગાસન કાર્યક્રમમાં જોડાયા હતા. મોદીએ પોતે યોગાસન કરીને નવો દાખલો બેસાડ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી સવારે જ ે સ્થળ પર પહોંચી ગયા હતા.  ત્યારબાદ થોડી મિનિટ સુધી ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ યોગ કાર્યક્રમની વિધિવત શરૂઆત થઇ હતી. ૩૫-૫૦ મિનિટ સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો જેમાં જુદા જુદા આસનો ઉપસ્થિત૩૦ હજારથી  પણ વધુ લોકોએ કર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે થઇ ગઇ હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ કાર્યક્રમને લઇને ભાજપ સરકારે જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી જારી રાખી હતી.યોગ સાધનાના કાર્યક્રમમાં  સરકારી અધિકારીઓ અને પ્રધાનો પણ જોડાયા હતા. દેશના અન્ય ભાગોમાં પણ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસને શાનદારરીતે મનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીથી  વિશ્વનું નેતૃત્વ કર્યુ હતુ.  મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લખનૌ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં  કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્નાથ,અને અન્યો યોગ કરતા નજરે પડ્યા હતા.  હજારો લોકો તેમની સાથે ભાગ લેવા પહોંચી ગયા હતા.  શહેરમાં ૧૦૦ જુદા જુદા સ્થળો ઉપર પણ ૧૦,૦૦૦થી વધારે લોકો યોગસાધનાના કાર્યક્રમમાં જોડાયા હતા. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત, અમેરિકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં યોગ સાધનાના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વખતે યોગ દિવસે યોગ ફોર હાર્ટ કેયર થીમ રાખવામાં આવી હતી. રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં ૩૦ હજાર લોકો મોદીની સાથે યોગા કરનાર છે. ૩૫-૫૦ મિનિટ ચાલેલા સુધી મુખ્ય કાર્યક્રમમાં ૩૦ હજાર લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદીની સાથે કેટલાક પ્રઘાનો પણ યોગ કરવા બેસી ગયા હતા. સવારે છ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ ૪૫ મિનિટ યોગા અભ્યાસ કાર્યક્રમ ચાલ્યો હતો. આ પહેલા મોદી યોગ પ્રેમીઓને સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે કેટલાક અન્ય રાજ્યો અને દેશોમાં પ્રતિનિધિઓ પણ રાંચી પહોંચી ગયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી રઘુવરદાસ, કેન્દ્રીયમંત્રી શ્રીપદ યશોનાયક, રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ હાજર રહ્યા હતા. પાંચમા યોગ દિવસને લઇને મોદી પોતે તૈયારીની સમીક્ષા છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા હતા.  વર્ષ ૨૦૧૪માં એનડીએ સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારના પ્રધાનો સતત જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રસંગે દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઐતિહાસિક પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ વિશ્વ સંસ્થાની ઓફિસ પર યોગાસનની પ્રતિમા પણ મુકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે તમામ કેન્દ્રિય મંત્રી યોગની સાધનામાં જોડાયા હતા. જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ પણ સામેલ છે. આ  ઉપરાંત  કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની,જેપી નડ્ડા, કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ જોડાયા હતા. તમામ મંત્રીઓ સરકાર તરફથી દેશભરમાં આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમોનું નેતૃત્વ કરવા પહેલાથી સજ્જ હતા.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂન ૨૦૧૫ના દિવસે કરવામાં આવી હતી. જેમાં મોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બીજા યોગ દિવસ પર મોદી ચંદીગઢમાં કાર્યક્રમમાં જોડાયા હતા. ત્રીજા યોગ કાર્યક્રમમાં મોદી લખનૌમાં રહ્યા હતા. આજે ચોથા યોગ કાર્યક્રમમાં મોદી દહેરાદુનમાં કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા. આજે પાંચમા યોગ દિવસના કાર્યક્રમમાં મોદી રાંચીમાં હાજર રહ્યા હતા.

Previous articleલોકસભામાં હોબાળા વચ્ચે ત્રિપલ તલાક બિલ રજૂ થયુ
Next article૧૨૫ વર્ષ જૂના એલિસબ્રિજને હેરિટેજ લુક સાથે રિનોવેટ કરાશે