બંગાળમાં ભાટપારામાં ફરી હિંસા ભડકી

834

પશ્વિમ બંગાળના નોથ ૨૪ પરગના જિલ્લામાં હિંસાગ્રસ્ત ભાટપારામાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. લોકો ઘાયલ થયા બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બીજી બાજુ હરીફ જુથો દ્વારા કલમ ૧૪૪નો ભંગ કરવામાં આવ્યો છે. પોલીસે ટોળાને અલગ કરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો. ભાટપારા વિસ્તારમાં વ્યાપક હિંસા ભટકી ઉઠ્યા બાદ સ્થિતિ ખુબ તંગ બની ગઈ છે. ભાજપના ત્રણ સભ્યોનુ પ્રતિનિધિમંડળ પહોંચી ગયા બાદ તરત જ હિંસાની શરૂઆત થઈ હતી. ઘટના સ્થળથી ભાજપનુ પ્રતિનિધિમંડળ રવાના થઈ ગયા બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. બંન્નેએ એકબીજા સામે બોમ્બમારો ચલાવ્યો હતો. એકબીજા ઉપર જોરદાર પથ્થર મારો કર્યો હતો. આ હિંસામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હિંસાને રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરી ચુકવામાં આવી છે.

ભાટપારામાં ટીએમસી અને ભાજપ સાથે જોડાયેલા લોકોની ટીમ વચ્ચે આ અથડામણની શરૂઆત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી ભાટપારા વિસ્તારમાં તંગ સ્થિતિ પ્રવર્તી રહી છે. નવેસરની હિંસાની ઘટના બાદ બંગાળમાં ફરી એકવાર કલમ ૧૪૪ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવી છે. પશ્વિમ બંગાળના નોથ ૨૪ પરગના જિલ્લામાં હિંસા ભટકી ઉઠ્યા બાદથી મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી ચુકવામાં આવ્યા છે. ભાજપના નેતૃત્વમાં ત્રણ સભ્યો પ્રતિનિધિમંડળ હવે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અહેવાલ સુપ્રત કરશે. ત્યારબાદ બંગાળમાં હિંસામાં સંદર્ભમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમ માનવામાં આવે તેમ મનાય છે.

Previous articleપાટનગરની સુરક્ષા માટે વિવિધ ૩૨ સ્થળે મલ્ટી પર્પઝ સ્માર્ટ પોલ લગાવાયા
Next articleત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે પાકને છેલ્લી તક