ઢસા પોલીસ દ્વારા આડેધડ વાહનો મુકાતા ગ્રામજનો, વાલીઓમાં રોષની લાગણી

505

ઢસાગામ ખાતે સરકારી સ્કુલ માં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે સરકારી સ્કુલ ની બાજુમાં પોલીસ સ્ટેશન આવેલ હોવાથી અનેક ગુન્હા માં સંડોવાયેલા વાહનો કબ્જે કરવામાં  આવ્યા બાદ જ્યારે આ વાહનો કબ્જે કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા તમામ વાહનો આડેધડ ખડકી દેવામાં આવ્યાં છે ત્યારે મોટાં વાહનો સરકારી શાળાની સામે ખડકી દેવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર લેખિત તેમજ મૌખિક રજુઆત પણ કરવામાં આવેલી તેમ છતાં વાહનો  ખસેડવામાં આવ્યા નથી. જ્યારે સરકારી શાળામાં રજા પડે છે ત્યારે આ આડેધડ પડતર પડેલા વાહનો ના કારણે નાના મોટા તમામ બાળકો નો જીવ જોખમમાં મુકાય રહ્યો છે

ગઢડા તરફથી આવતાં નાનાં મોટાં વાહનો પુરઝડપે આવતાં વાહનો બાળકો ને દેખાતા નથી સ્કુલ ની આગળ આડેધડે વાહનો પાર્કિંગ ના હિસાબે  મોટો ગંભિર અકસ્માત સર્જાય તેવો ડર વાલીઓમાં જોવા મળી રહ્યો છે આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ  દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી  સ્થાનિક લોકો વાલીઓ માં પોલીસ પ્રત્યે ભારે રોષની લાગણી જોવાં મળી રહી છે

જયારે આ બાબતે ગંભીર  અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ પણ એક મોટો સવાલ …? પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આ વાહનો ત્યા થી દુર કરવામાં આવે તેવી ગ્રામ્યજનો તેમજ વાલીઓની માંગ ઉઠી છે. આ ઉપરાંત ઢસા ગામના સરપંચ મુકેશભાઈ રાજપરા દ્વારા આ બાબતની ગંભીરતા ને ધ્યાનમાં લઈને પોલીસ મથકમાં લેખિત તેમજ મૌખિક રજુઆત અનેક વાર કરવામાં આવી છે.

Previous articleરાજુલામાં મુક્તાનંદબાપુ – રમેશભાઇ ઓઝાનો સન્માન સમારોહ યોજાશે
Next articleક.પરામાંથી ગાંજા સાથે એક ઝબ્બે