સરકાર કોઈપણ પક્ષની, દલિતોની રક્ષા ન કરે તો ડૂબી મરવું જોઈએ : મેવાણી

548

વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સોમવારે પત્રકાર પરિષદ સંબોધતા કચ્છના દલિત સમાજના ૧૧૬ લોકોની યાદી જાહેર કરી છે.

મેવાણીએ યાદી જાહેર કરતા આ લોકોની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી છે.

પત્રકાર પરિષદ દરમિયાન મેવાણીએ જણાવ્યું હતું કે, “બોટાદમાં માજી-સરપંચની હત્યા કરવામાં આવી છે. તેમના પર પહેલા જ હુમલા થયા હતા પરંતુ સરકાર તેમને સુરક્ષા પૂરી પાડી ન હતી. કચ્છના રાપરમાં છેલ્લા ૩૫ વર્ષથી માથાભારે તત્વોએ દલિતોની જમીન પચાવી પાડી છે. આ મામલે કચ્છના એસપીનું વલણ સહકારભર્યું છે પરંતુ રેવન્યૂ વિભાગની ઉદાસીને કારણએ કોઈ નિરાકરણ આવતું નથી.”

કર્ણાટકમાં દલિતો પર થયેલા અત્યાચાર પર વાત કરતા મેવાણીએ કહ્યું કે, “કોંગ્રેસ કે પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, જો તેઓ દલિતોની રક્ષા નથી કરી શકતા તો તેમણે ડૂબી મરવું જોઈએ. મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું એટલા માટે અગાઉથી સરકારને જાણ કરીને રક્ષણની માંગણી કરું છું. કચ્છમાં મામલતદારની હાજરીમાં માથાભારે શખ્સોએ ૧૧૬ દલિતોને ધમકી આપી છે.”

જિગ્નેશ મેવાણીની યાદી મામલે જણાવ્યું કે “આ મામલે કચ્છ અધિકારીઓ સાથે પ્રાથમિક વાતચીત થઈ છે. જે જમીનની ફાળવણી થઈ છે તે જમીનનો સરવે હજુ ચાલુ છે.

કચ્છ કલેકટર સાથે વાતચીત કરવામાં આવી છે. દલિતોને ફાળવેલી જમીનો વહેલી તકે સોંપી દેવામાં આવશે. સાથે જ ચીફ સેક્રેટરીએ જીગ્નેશ મેવાણી લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ચીફ સેક્રેટરીએ કહ્યું કે, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ રાજ્યના તમામ લોકોની મદદ માટે તત્પર છે. કચ્છના ૧૧૬ દલિતોને પણ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ મદદ કરશે.

Previous articleપોલીસ ચેકિંગ દરમિયાન ૩ રાઉન્ડ ફાયરિંગ, ૧ની અટકાયત
Next articleજામનગરમાં અઢી વર્ષની બાળકીનાં અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ