ભાજપનો માસ્ટર સ્ટોકઃ અલ્પેશ ઠાકોર ન ઘરના ન ઘાટના

945

જુગલ લોખંડવાલાનો પરીવાર એંશીના દાયકાથી ઠાકોર સમાજના શૈક્ષણિક- સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત છે. ગુજરાતમાં કોંગ્રેસનો મધ્યાહને હતો ત્યારે ભાજપ હાઈકમાન્ડે રાજ્યસભા પેટાચૂંટણી માટે પ્રદેશ સંગઠનમાંથી ઓબીસી યુવાન જૂગલ લોખંડવાલાને ઉતારીને ઠાકોર સમાજને નામે સોદાબાજીમાં પ્રવૃત કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરને જમીન દેખાડી છે.

એટલુ જ નહી, અલ્પેશની સોદાબાજી માટે ગુજરાત ભાજપમાં વકિલાત કરતા ભાજપના નેતાઓના મનસુબા પણ ધોઈ કાઢયા છે. હવે તેને કેસરી ખેંસ પહેરાવી મંત્રીપદે બેસાડવાના બારણાં કાયમ માટે બંધ થશે કે કેમ ? તેના પર ભાજપના પાયાના કાર્યકરોની નજર છે.

તેમના પિતા મથુરજી પૂંજાજી તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીના ખાસ મિત્ર તરીકે ગણાતા હતા. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ ભાજપમાં જોડાયેલા જૂગલ ઠાકોર મહેસાણા પાલિકામાં બે ટર્મ કાઉન્સિલ તરીકે ચૂંટાયા હતા. ભાજપ હાઈકમાન્ડે જૂગલને રાજ્યસભામાં ઉમેદવારીની તક આપીને એક કાંકરે ત્રણ સંકેતો છોડયા છે.

એક તો ભાજપે સંગઠનમાંથી યુવા ઓબીસીને ઉતારી ઠાકોર મતોને આર્કિષત કરવા પ્રયત્ન કર્યો છે. બીજી તરફ દારૃબંધીને નામે ભોળા સમાજને ઉશ્કેરી પ્રરપ્રાંતિઓ સામે આંદોલનો કરનાર અલ્પેશને તેનું સ્તર દેખાડયુ છે. ગુજરાત ભાજપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અલ્પેશ જેવા તકસાધુઓ સાથે સોદાબાજી કરતા પ્રદેશ નેતાઓને પણ શાનમાં સમજી જવા ત્રીજો સંકેત આપ્યાનું ચર્ચાય છે.

Previous articleસે-ર૦ માંથી વધુ એકવાર ચંદનના ઝાડની ચોરીઃતસ્કરો ૩પ હજારનું ચંદન ચોરી પલાયન
Next articleરક્ષાશક્તિ સર્કલ પાસે અંડરગ્રાઉન્ડ કેબલમાં શોર્ટસર્કિટથી ધડાકા