વાતાવરણમાં પલ્ટો : હળવા છાંટા પડયા

668
bhav7-2-2018-3.jpg

છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ઠંડી અને ગરમીમાં વધઘટ બાદ બે દિવસથી ગરમી વધી ત્યારે ગઈકાલે સોમવારથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક જ વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. વાતાવરણ એકદમ ટાઢુબોળ છે ખેડૂતો ચિંતિત છે અને ખેતીપાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાને લઈ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં છાંટા પડયાના અહેવાલો મળી રહ્યા છે તેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે ખેતરમાં ઉભા પાક વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જો કે ગઈકાલે સોમવાર સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેવામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હોઈ નુકશાન થવાની સંભાળવનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ભાવનગર શહેર ઉપરાંત સિહોર પંથકમાં પણ કેટલાક સ્થળે વરસાદી છાંટણા પણ થયા હતા. જયારે દિવસભર વાતાવરણ ધાબડીયું રહેવા પામ્યુ હતુ અને ઠંડકનો અનુભવ થયો હતો. 

Previous article ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ ગામડાઓમાં જશ્નનો માહોલ
Next article માંડવડા ગામે સરપંચ તરીકે મુકેશભાઈ ચૌહાણનો વિજય