નર્મદા સિમેન્ટ દ્વારા બાબરકોટ ગામે પશુ તપાસ કેમ્પ યોજાશે

422

બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, નર્મદા સિમેન્ટ અને બાબરકોટ ગ્રામ પંચાયતના સહયોગથી પશુ સારવાર કેમ્પ ગત શુક્રવારના રોજ યોજવામાં આવ્યો હતો.

જેમાં આશરે ૩૦૦ થી વધુ જેટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોકોને વધુ લાભ મળે તે માટે બાબરકોટ ગ્રામ પંચાયતનો ઘણો સહયોગ રહ્યો હતો.

આ કેમ્પમાં નર્મદા સિમેન્ટના કર્મચારીઓ બાબરકોટ ગ્રામ પંચાયતના સભ્યો તથા બાયફ સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સફળતાપૂર્વક કેમ્પ કરવામાં આવ્યો હતો.

Previous articleબોટાદની ડો. આંબેડકર શાળાના તમાકુ મુક્તિ કાર્યક્રમનું આયોજન
Next articleદામનગરમાં સૂક્ષ્મજીવો માટે આહારની વ્યવસ્થા