શહેરના બોરડીગેટ નજીકના મકાનમાં થયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મત્તાની ચોરીમાં એલસીબી ટીમે રીઢો ગુનેગાર આલાપ સોનીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
ભાવનગર એલસીબીની ટીમ ભાવનગર શહેર વિસ્તારમા શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન પો.કો. ભીખુભાઈ બુકેરાને બાતમી રાહે હકિકત મળેલ કે, અગાઉ ચોરીઓમાં પકડાયેલ અને ચોરી કરવાની ટેવાળો ઈસમ અલ્પેશ ઉર્ફે આલાપ સોની બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા શર્ટ પહેરેલ છે. તેની પાસે લાલ કલર પાકિટમાં દાગીના ભરેલ છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતા અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઈ લંગાળીયા (ઉ.વ.૩૭) રહે. પ્લોટ નં. પ૩ર૩, મહાવિરનગર, કાળીયાબીડ ભાવનગર હાજર મળી આવેલ. તેના હાથમાં રહેલ થેલામાંથી સોનાનું બાજુ, સોનાનું કાળા, મોતી સાથેનું મંગળસુત્ર, બે સરવાળી સોનાની માળા, સોનાનો મશીન ઘટનાો ચેઈન-૧, સોનાનો કરડો (વીંટી) સોનાની બુટ્ટી જોડ-ર, નાકમાં પહેરવાના સોનાના દાણા નંગ-પ તથા એક સોનાની ઘુઘરી, સોનાનું બુટ્ટીઓ સાથેનું ડોકીયુ મળી કુલ રૂા. ૩,૭૬૦પ૦/-ની વસ્તુઓ મળી આવેલ. આ તમામ સોનાના દાગીનાઓ તેણે ચોરી અગર તો છળકપટથીમ ેળવેલ હોવાનું જણાય આવતા શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. ઈસમની પુછપરછ કરતા તેણે આજથી આશરે ત્રણેક દિવસ પહેલા બોરડીગેટ પાસે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ખુલ્લા ઘરમાં પ્રવેશી કબાટમાંથી પાકિટ સહિત ઉપરોકત સોનાના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. આ અંગે ઘોઘા રોડ પો.સ્ટે.માં તપાસ કરતા ફરિયાદી હંસાબેન ખીમજીભાઈ ભીખાભાઈ બાબરીયા રહે. જવાહર કોલોની, બોરડીગેટ, ભાવનગરએ ગઈ તા. ૪-ર-ર૦૧૮ના રોજ પોતાના ઘરે બેડરૂમમાં બનાવેલ લાકડાના કબાટનો દરવાજો ખોલી અંદર રાખેલ મોટું પાકિટ બહાર કાઢી તેમાં રાખેલ નાના પાકિટમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રૂા. રપ,૦૦૦/- મળી કુલ રૂા. ૧,૪૧,૦૦૦ની ચોરી અંગેની ફરિયાદ લખાવેલ આ કામગીરીમાં એલસીબી પીઆઈ સહિત સ્ટાફના માણસો જોડાયા હતાં.
સોનાની ચોરીની ફરિયાદ જુના ભાવે લેવાની, ડિટેકશન નવા ભાવે – મિશ્રા
ભાવનગર શહેર -જિલ્લામાં જયારે સોના-ચાંદીના દાગીનાને ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકોમાં નોંધવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા સોના-ચાંદીના જાતે ભાવ નકકી કરી ફરિયાદ નોંધી લે છે. એ જ ફરિયાદમાં એલસીબી ટીમ તસ્કરને મુદ્દામાલ સાથે જપ્ત કરે છે. ત્યારે તે જ સોના-ચાંદીના દાગીનાનો નવો ભાવ લગાવી વાહ-વાહ લુટે છે. જેમાં બોરડીગેટ નજીકના મકાનમાંથયેલ ચોરીની ફરિયાદમાં રૂા. ૧ લાખ ૧૬ના દાગીના અને રપ હજારની રોકડ મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જયારે આજે એલસીબીએ ચોરીના આરોપી આલાપને મુદ્દામાલ સાથે ઝડપ્યો છે. ત્યારે અજ દાગીનાની કિંમત રૂા. ૩ લાખ ૭૬ હજાર થઈ ગઈ છે. આ બાબતે એલસીબી પી.આઈ. દિપક મિશ્રા ત્સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ તો બીલ દર્શાવ્યા મુજબ લેવાની હોય છે. જયારે ડીટેકશન નવા ભાવે થાય છે તો ફરિયાદીનેત ેમના દાગીના કોર્ટમાંથી છોડવવામાં તકલીફ નહી પડતી હોય? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.



















