ધંધુકા ખાતે આવેલ મુખ્ય સ્મશાન ગૃહની બાજુમાં આવેલ મહાકાળી મંદિરના કેમ્પસમાં ગરમ પાણીની સુવિધાયુક્ત જાહેર સ્નાનગૃહનું બાંધકામ લોકફાળાથી કરવામાં આવેલ.
મુખ્ય સ્મશાન ગૃહમાં ખાતે માનવદેહની અંતિમ વિધિ બાદ લોકોને સ્નાન માટે ગરમ પાણી સ્ત્રીઓ તથા પુરૂષોને મળી રહે અને સ્નાન કરી શકે અને સ્નાન કરી શકે તે હેતુથી લોકઉપયોગી જાહેર સ્નાનાગૃહનું લોકફાળાના માધ્યમથી કરવામાં આવેલ જેનું આજે ઓપનિંગ કરવામાં આવેલ. જે અંતર્ગત ધંધુકા રામટેકરીના મહંત, ધંધુકા સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ સુવિધાયુક્ત સ્નાનાગૃહથી હવે લોકોને સ્નાન કરવાની સુવિધા ઉપલબ્ધ થવા પામી છે.



















