ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણરીતે સંપન્ન

511

શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી હતી અને ભારે રંગચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં આખરે સંપન્ન થઇ હતી. આ વખતે રથયાત્રામાં ૧૪૨ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રજવાડી વેશના મનમોહક સ્વરૂપમાં જાજરમાન રજવાડી ઠાઠ સાથે દર્શન આપ્યા હતા. સોનાના હીરા-માણેક જડિત મુગટ અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગારમાં રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી ભગવાનના રજવાડી વેશ સ્વરૂપના દિવ્ય અને અલૌકક દર્શન કરી લાખો શ્રધ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે, ખુદ જગતનો નાથ તેના ભકતો અને દીનદુઃખીયોને સામે ચાલીને દર્શન આપવા તેમના ઘરઆંગણે આવે છે, જેથી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આજે લાખોનો માનવમહેરામણ શહેરના માર્ગો પર જાણે કિડિયારાની જેમ ઉભરાયો હતો. ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતી રથયાત્રાને લઇ આજે શહેરમાં જાણે ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા સાથે શહેર આખું જાણે જગન્નાથમય બન્યું હતું. જગન્નાથમંદિરમાં રાત્રે એક વાગ્યાથી જ હજારો શ્રધ્ધાળુઓની ભીડ જમા થવાનું શરૂ થઇ ગયું હતું. મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ પરંપરા મુજબ, ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીંનો ભોગ-પ્રસાદ ધરાવાયો હતો. સવારે ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા હતા. સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા હતા. અને ત્યારબાદ ૭-૦૫ મિનિટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સોનાની સાવરણથી પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  રથયાત્રા જેવી મંદિર પરિસરથી શરૂ થઇ કે જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, જાણે ભકિત અને પ્રેમનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હોય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો પણ ખાસ જીપમાં સવાર થઇ રથયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ દરમ્યાન મહંત દિલીપદાસજીને વંદન કરવા દર્શનાર્થીઓએ પડાપડી કરી હતી. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં લઘુમતી કોમના આગેવાનો ઇદેમિલાદ તથા તાજિયા કમીટીના જનરલ સેક્રેટરી હબીબ મેવ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ, તાજીયા કમીટીના ચેરમેન રફીક નાગોરી,

Previous articleમુખ્યપ્રધાને પહિંદવિધી કરી
Next articleરાણપુરમાં ભારે પવનફુકાતા ૪૧ જેટલા વીજપોલ ધરાશાયી