ત્રાપજ બંગલા નજીક કાર-ડમ્પરનો અકસ્માત : એકનું મોત, ર ગંભીર

874
bhav10-2-2018-4.jpg

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ બંગલા નજીક સવારના સમયે કાર અને ડમ્પરનો ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં સવાર વિપ્ર આધેડનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની મળતી વિગત મુજબ ભાવનગર શહેરમાં રહેતા અને અલંગના વેપારી વિજયભાઈ બટુકભાઈ ભટ્ટ ઉ.વ.પ૦ તથા શૈલેષભાઈ અને કાનજીભાઈ ધરમશીભાઈ ઈટાલીયા સવારના સમયે અલ્ટીકા કાર લઈ અલંગ તરફ જતા હતા તે વેળાએ ત્રાપજ બંગલા નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર નં.જીજે૪ એટી ર૪૪૭ના ચાલકે ધડાકાભેર કાર સાથે અકસ્માત કરતા કારમાં સવાર ત્રણેય વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા વિજયભાઈ બટુકભાઈ ભટ્ટનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે શૈલેષભાઈ અને કાનજીભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા અલંગ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી ઈજાગ્રસ્ત કાનજીભાઈ ઈટાલીયાની ડમ્પરના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.