લવાડ ગામના આંતરિક માર્ગો બિસ્મારઃ ગ્રામજનો પરેશાન

496

દહેગામથી લવાડ ગામમાં જવા માટેનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડયો છે. છેલ્લા ઘણાં સમયથી આ રોડ મંજૂર થઇ ગયો હોવા છતાં બનતો નથી. ગ્રામજનોને નાની મોટી વસ્તુઓ લેવા માટે દહેગામ આવવાની ફરજ પડે છે. ચોમાસામાં તો રસ્તાની દશા ખૂબ જ ખરાબ થઇ જતી હોય છે. ત્યારે ગ્રાજમનો દ્વારા આ રસ્તો બનાવવા માટેની માંગ બુલંદ થઇ રહી છે. શું નબળી ગુણવત્તા વાળા રોડ બને તેના ઉપર કોઇનો અંકુશ નથી હોતો ? કેમ નબળી ગુણવત્તાના રોડ એક ચોમાસાની સીઝન બાદ તૂટી જાય છે છતાં પણ કોઇ કાર્યવાહી થતી નથી ?

દહેગામ તાલુકામાં વિકાસના કાર્યો માટે પૂર્વ સાંસદ પરેશ રાવલ દ્વારા લાખો રૂપિયાના સીસી રોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પણ લવાડ ગામમાં આવેલા એક ખેતર પાસે રહેતા ૨૦ થી ૨૫ પરિવારોના બાળકોને સ્કૂલે જવા માટે કાદવમાં થઇ જવા માટે મજબૂર બન્યા છે સાથે સાથે લાવડ ગામથી દહેગામ આવતા રોડની સ્થિતિ અત્યંત દયાજનક છે.

ગ્રામજનો દ્વારા આવા રોડના ફોટા પાડી અને જાહેર કરવામાં આવ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલી રહ્યું. સૌથી વધુ ગ્રાન્ટ કદાચ રોડ બનાવવા માટે જ ફાળવાતી હશે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર પણ રોડ બનાવવામાં જ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દહેગામમાં પણ રોડ બનાવવામાં થતી ગેરરીતિઓને લીધે લોકોએ પત્રિકાઓ ફરતી કરી હતી. ત્યા

રે હવે ગ્રામજનો પણ સારા રોડની માંગણીઓ કરી રહ્યાં છે. શું જે કોન્ટ્રાક્ટર કે જે એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવ્યા હોય તેની રોડની જાળવણી માટેની કોઇ જવાબદારી હોતી નથી ? કેમ ગ્રામ્ય અને શહેરના રસ્તાઓ બન્યા બાદ થોડા સમયમાં જ તૂટી જતા હોય છે ? શું આર.એન્ડ.બી. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તાબામાં આવતા અધિકારીઓ આ રોડ મંજૂર કરે ત્યારે કોઇ જાળવણી માટેની શરતો નથી મૂકવામાં આવતી ? કેમ રોડનું કામ શરૂ હોય ત્યારે કોઇ ચેકીંગ નથી થતું અને થતું હોય તો નબળી ગુણવત્તા પર કેમ કોઇ પ્રશઅન નથી ઉઠવતું ? કે પછી તંત્રની મીલીભગત હોય કે કોન્ટ્રાક્ટરો સાથે ?

કારણ ગમે તે હોય પણ પ્રજાના ટેક્સ ભરેલા રૂપિયાનો વેડફાટ થઇ રહ્યો છે છતાં પણ કોઇને કોઇ પડી નથી. જો કાયદેસર તપાસ કરવામાં આવે તો ઘણા લોકોને તકલીફ પડી શકે તેમ છે. ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ મુદ્દ કોઇ તેમનું સંભાળશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ ની નીતિ જ અપનાવામાં આવશે ?

Previous articleમચ્છરો ઉત્પન્ન કરતી કન્ટ્રક્શન સાઇટ્‌સ પર એએમસીનો સપાટો
Next articleગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ : EWS ક્વોટાની ૯૬૦ સીટો કાપી