બનાસકાંઠા જિલ્લામાં ખનીજ તંત્રએ વોચ ગોઠવીને રોયલ્ટીની ચોરી કરનાર નવ ડંપરને ઝડપી પાડ્‌યા

559

જિલ્લા ખાણ ખનિજ  તંત્ર દ્વારા થાવર ચેક પોસ્ટ ગોઠવીને રોયલ્ટીની ચોરી કરતા નવ ડંપરને ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લામાં બનાસ નદી સહિત વિવિધ નદીઓ તળાવમાં રેત ચોરી અને ખનની પ્રવૃત્તિ માજા મુકી રહી છે .ભૂમાફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને  ગેરકાયદેસર રીતે રેત ચોરીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા પણ રોયલ્ટી ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે.

જેમાં સોમવારની રાત્રે જિલ્લા ભુસ્તરશાત્રી અને તેમની ટીમે રોયલ્ટી ચોરી ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રોયલ્ટીની ચોરી કરીને રેતીનું વહન કરતા નવ ડમ્પરને ઝડપી પાડતા ભુમાફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.

Previous articleઉથલપાથલ અને વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ગયો
Next articleઅમદાવાદમાં નવી ઓફિસ સ્પેસમાં ૧૯૨ ટકાનો વધારો