રાજુલાની હોસ્પિટલ શોભાનાં ગાંઠીયા સમાન

720
guj1422018-2.jpg

રાજુલાની ૩ કરોડના ખર્ચે બનેલા અદ્યયન હોસ્પિટલ જેની છાપરી ફરી પડી ગયુ રાજુલાના જાફરાબાદ ખાંભાની જનતા આ રીફર હોસ્પિટલમા ૬૦ જેટલી સ્ટાફની કમીના કારણે રોજના ૩૦૦ થી વધારે દર્દી રીફર થાય છે આતે કેવી દુવિધા રાજુલાની જનતા માટે દરેક જ્ઞાતિ આગેવાનોએ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી વખતે ખુબજ રજુઆતો કરતા રૂા.૩ કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ તૈયાર થયેલ અદ્યતન હોસ્પિટલને લગતા સાધનો સુવિધાઓ એન એમ.ડી. ડોકટરો આજ સુધી ન મળ્યા આવી રાજુલામા આવેલ ભુતાવોરા સિવિલ હોસ્પિટલ ૨૦૧૨માં અપગ્રેડ થઈ છે અને ત્રણેય તાલુકાને આર્શિવાદ સ્વરૂપ છે પણ હાલતો ૬૦ સ્ટાફની વણ પુરાયેલ અને એમડી ડોકટર વગરની રીફર હોસ્પિટલનુ લેબલ ફલક સ્વરૂપ છે અનેહાલ તોય આ હોસ્પિટલમાં ૩૦૦થી વધારે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. પણ અહી સુપ્રિટેન્ડન્ટ ફિઝિશ્યન જનરલ સર્જન ગાયકનોલોજીસ્ટ, સાયક્રીયાટીસ્ટ, ઈ.એન.ટી વહીવટી અધિાકરી આસી મેટર્ન હેડનર્સ કચેરી અધિક્ષક, હેડ કલાર્ક સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક ડ્રાઈવર ઈ.સી.જી. ટેકનીશીયન સહિતની અનેક જગ્યાઓ વણ પુરાયેલી છે. રાજુલા જાફરાબાદ સહિત ગ્રામ્ય પંથકની પ્રજા માટે કરોડો રૂપીયાં ખર્ચે આરોગ્ય, સુવિધા મળી રહે તે અર્થે બનાવાયેલી અદ્યતન હોસ્પિટલ ડોકટરો અને સ્ટાફના અભાવે શોભાનાં ગાઠીયા સમાન બની રહી છે ત્યારે સરકાર દ્વારા સત્વરે લાયક ડોકટર સહિતનાં સ્ટાફની ભરતી કરાવીને હોસ્પિટલ ખરા અર્થમાં લોકોને ઉપયોેગી થાય તેથી શરૂ કરવા ગ્રામ્ય જનતાની માંગણી ઉઠવા પામી છે.

ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓને ધરમનાં ધક્કા થાય છે
રાજુલામાં અદ્યતન હોસ્પિટલતો બની પરંતુ તેને લાયક ઉચ્ચ ડિગ્રી ધરાવતા એમ.ડી. ડોકટરો કે ઓર્થોપેડીક ડોકટર સહિતનો સ્ટાફ ન હોવાનાં કારણે ગ્રામ્ય વિસ્તારનાં ૪૦-૪૦ કી.મી. દુરથી આવતા દર્દીઓને ધરમનાં ધક્કા થાય છે.
– વલકુભાઈ બોસ, તાલુકા પ્રમુખ

દર્દીઓ માટે ઉપવાસ આંદોલન કરવામાં આવશે
રાજુલાની અદ્યતન હોસ્પિટલમાં એમ.ડી. ડોકટરો સહિતનો સ્ટાફ નથી ત્યારે તાત્કાલિકનાં ધોરણે ડોકટર સહિત સ્ટાફ સાથે સુવિધા ઉભી નહી કરવામાં આવે તો દર્દીઓ માટે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
– છત્રજીતભાઈ ધાખડા, કોંગ્રેસ પ્રમુખ

મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરાઈ છે
હોસ્પિટલમાં સ્ટાફ નહી હોવાની બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈને મુખ્યમંત્રી રૂપાણી સુધી રજુઆત કરાઈ છે અને ત્રણ કરોડની ગ્રાંટતો અપાવી પરંતુ તેમા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે મુખ્યમંત્રીએ ઘટતુ કરવા જણાવેલ છે 
– હિરાભાઈ સોલંકી, પૂર્વ સંસદીય સચિવ