આદુદરા ગામ પાસેની નર્મદા કેનાલના પાળા પરથી અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો

501

કડીના આદુદરા ગામ પાસેની નર્મદા કેનાલના પાળા પરથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.

યુવતીનો મૃતદેહ પ્રથમ શંકાસ્પદ હાલત મળી આવ્યો હોવાથી રેન્જ આઈજી,એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ યુવતીના પરિવારજનોની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી.

અજાણી યુવતી કઈ રીતે અહીં મૃત હાલતમાં પહોંચી તે અંગે તપાસ કરવા માટે હ્લજીન્ અને ડોગ સ્કવૉડ સહીતની ટીમ બોલાવવામાં આવી હતી. મૃતદેહ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

Previous articleરેલવે સ્ટેશનો પર ૧૫ રૂપિયામાં ભોજન ઉપલબ્ધ કરાવાની યોજનાનો ફિયાસ્કો
Next articleજિલ્લામાં હૃદયરોગના ૧૫૯, કીડનીના ૭૪ અને કેન્સરના સાત બાળદર્દી મળ્યા