ધંધુકામાં સગીરા ઉપર આધેડ શખ્સે દુષકર્મ આચરતા ફીટકારની લાગણી

793
guj1522018-2.jpg

ધંધુકામાં સગીરા ઉપર આધેડ વયના શખ્સે દુષકર્મ આચરતા સમગ્ર શહેરમાં ફીટકારની લાગણી જોવા મળી છે.આ બાબત ધંધુકા પોલીસ સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે દંધુકામાં રહેતા ધનજીભાઈ ગભરૂભાઈ સોલંકીએ તેના ઘરે છાશ લેવા ગયેલી એક સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો બનાવ બનવા પામ્યો છે આ બાબતની પોલીસ ફરિયાદ પીડીતના પિતાએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસે આરોપીની અટકાયત કરી ગુન્હો રજીસ્ટર કર્યો છે પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૭૬, ૩૪૨ તેમજ ૫૦૬ -૨ મુજબ અનો પોસકો કલમ ૩-૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 
સગીરા તથા આરોપીની પોલીસે મેડીકલ તપાસ કરાવી હતી. આગળની તપાસ ધંધુકા પી.આઈ.વી.બી.જાડેજા ચલાવી રહી છે.