તળાજા-પાલીતાણા તાલુકાની શાળાઓને શિક્ષણપ્રેમી દાતાઓની ઉદાર સખાવતો

1012
bvn1522018-2.jpg

ભાવનગર જિલ્લાના તળાજા-પાલીતાણા વિસ્તારની શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણ પ્રેમી દાતાઓની ઉદાર સખાવતથી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે ઉપયોગી વિવિધ સામગ્રીઓ ભેટ આપવામાં આવી ચે. આ પંથકની ૭૨ જેટલી શાળાઓમાં વતન પ્રેમી દાતાઓના શિક્ષણ પ્રેમને લઈને અભ્યાસ સામગ્રીઓ ફાળવવામાં આવી છે. 
જે મુજબ સુશિલાબેન પરમાણંદ શાહ મુંબઈ દ્વારા લાપાળિયા પ્રા.શાળાને રમતગમતના સાધનો, મેઢા પ્રા.શાળાને માઈક સિસ્ટમ, શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાને શાળાનો મુખ્ય ગેઈટ, રાજપરા પ્રા.શાળાને ખુરશી તથા રમત ગમતના સાધનો, માખણિયા પ્રા.શાળાને રમત ગમતના સાધનો, લામધાર પ્રા.શાળાને પાણીની સુવિધા અને હિંચકા લપસણી, કુંઢડા પ્રા.શાળાને કમ્પ્યુટર અને પ્રિન્ટર, દેદરડા શાળાને એમ્પ્લીફાયર, હડમતિયા શાળાને માઈક સિસ્ટમ, દુધેરી-મહુવા શાળાને સ્પોર્ટસ ડ્રેસ અને ચણિયાચોળી, જુની છાપરી શાળાને રમતના સાધનો તથા ખુરશીઓ, દેવલી કે.વ.શાળાને પ્રિંટર અને ઝેરોક્ષ મશીન, વેળાવદર શાળાને રમતના સાધનો, મોટી પાણીયાળી શાળાને ખુરશી અને રમતના સાધનો, કુઢેલી પ્રા.શાલાને ખુરશી તેમજ સંગીતના સાધનો, નાની પાણીયાળી આંગણવાડીને રમકડા સેટ તેમજ સુરજબેન ચુનિલાલ શાહ પરિવાર તરફથી ૫૦૦ શૈક્ષણિક કીટ તથા રસીલાબેન નવિનચંદ્ર શાહ તરફથી પણ ૫૦૦ શૈ.કીટ ફાળવવામાં આવી છે.
 હંસાબેન મહેન્દ્રભાઈ દોશી તરફથી નવા કપડા, રસીલાબેન ધીરજલાલ મહેતા તરફથી વિવિધ શાળાઓને ૭૫૦ જેટલા દફતરની કીટ પહોચાડવામાં આવી છે. 
ઉપરાંત રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવારજનો દ્વારા પાંચ હજાર બોલપેનની પણ વહેચણી કરવામાં આવી છે.

Previous articleધંધુકા સમસ્ત સતવારા સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો