જાહેરમાં જુગાર રમતા ૬ પરપ્રાંતિય ઝડપાયા

744
bvn1622018-3.jpg

શહેરના ભરતનગર પોલીસ મથક તળે આવેલ શહેર ફરતી સડક જલારામ સોસાયટીના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા છ પરપ્રાંતિયોને ભરતનગર પોલીસ સ્ટાફે રોકડ મત્તા સાથે ઝડપી લીધા છે. શહેર ફરતી સડક પર આવેલ જલારામ સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા શીયારામ મગલીયા પાલ, રોહિતકુમાર મેવાલાલ પાલ, રાધેશ્યામ છોટલાલ પાલ, સેવાલાલ ઉર્ફે ભોલુ છોટાલાલ પાલ, શુભમ ઉર્ફે છોટુ ચંદ્રપાલ તથા વિનોદ દ્વારકાપ્રસાદ પાલને ભરતનગર પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.૧૬,પ૪૦ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.