બરવાળા ખાતે સ્વરોજગાર સેમીનાર યોજાયો

902
guj1722018-5.jpg

બરવાળા ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ભવાની મહિલા સેવા સંઘના સંયુકત ઉપક્રમે સ્વરોજગારલક્ષી સેમીનાર યોજાયો હતો જેમાં એચ.ડી.શાહ(જનરલ મેનેજર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદ) કુશલ પરીખ(લીડ બેંક મેનેજર દેનાબેંક બોટાદ) અભિષેક (મેનેજર એસ.બી.આઈ. બરવાળા) જયસુખ પરસાણા (ગુજરાત ખાદી અને ગ્રામોદ્યોગ) કે.એલ.પરમાર (મેનેજર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર) મધુબેન મહિડા (પ્રમુખ ભવાની મહિલા સેવા સંઘ) દિલુભા ઝાલા, પ્રભુભાઈ ધોલેરીયા, રમેશભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ કણજરીયા સહિતના આગેવાનો,વેપારીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બરવાળા મુકામે તાજેતરમાં કમલમ હોલ ખાતે બરવાળા તાલુકા કક્ષાનો રોજગારલક્ષી સેમીનાર યોજવામાં આવ્યો હતો.જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદ અને ભવાની મહિલા સેવા સંઘ અમદાવાદ ધ્વારા તાલુકા કક્ષાનો સ્વરોજગારલક્ષી સેમીનાર યોજવામાં આવ્યો હતો.જેમાં સરકારની કુટીર ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહન યોજનાઓની જાણકારી તેમજ સ્વરોજગારલક્ષી યોજનાની જાણકારી આપવામાં આવી હતી.
આ સેમીનારમાં પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનો-અધિકારીઓને પુષ્પગુચ્છ આપીને સત્કારવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામ અધિકારીગણ ધ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા.