પરમાણું ઉર્જાના આગમનથી કિસાનોને અત્યંત લાભ થશે : ડો. નિલમ ગોયલ

605
bvn1822018-7.jpg

મહુવા માર્કેટ યાર્ડમાં ખેડુતોને ભારતની પરમાણું સહેલી ડો.નિલમ ગોયલે વિજળીની ઉપયોગીતા અને પરમાણું ઉર્જાથી વિજળી કઈ રીતે બને છે. ઉપરાંત ખેતીમાં તેનુ શું ઉપોયીગાત છે તે બાબતે જાણકારી આપી. સેમિનારમાં એ.પી.એમ.સી.ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તેમજ અંદાજે ૪૦૦ ખેડુતોએ ભાગ લીધો.
તેમણે જણાવ્યું કે પરમાણુ વિજળી ઘર થવાથી વિજળીની સમસ્યા દુર થશે અને લોકો આર્થિક રીતે મજબુત બનશે અને ખેડૂત દસ ગણી વધારે ફસલ લઈ શકે છે તેમ એમણે બતાવ્ય સત્ય  હકીકતથી વાકેફ થવાથી આપણા વિકાસમાં અવરોધ ન કરીએ, પરમાણુ વિજળી ઘર થી અહીના લોકોને અત્યંત લાભ થશે. 
પરંતુ પરમાણુ ઉર્જા સંદર્ભે સાચી જાણકારી ન હોવાને કારણે ભારતની આવડી મોટી યોજનામાં અવરોધ ઉભો થયો છે. 
ડો. ગોયલે જણાવ્યું કે પરમાણું બોમ્બ અલગ ટેકનીક છે અને પરમાણુ ઉર્જા થી વિજળી બનાવવી એ અલગ રીત છે. 
સાથે તેમણે જણાવ્યું કે પરમાણુ વિજળી ઘરની સુરક્ષાની વાત કરીએ તો પરમાણુ વિજળી ઘર એટલા મજબુત હોય છે કે કદાચ એક મીસાઈલ નાંખવામાં આવે તો પણ આ પરમાણું વિજળી ઘરને કોઈ નુકશાન થશે નહી. 
આજે ભારતમાં પરમાણું ઉર્જાથી વિજળી બનાવવા ને પ૦ વર્ષ થઈ ચુકયા છે અને ભારતમાં ર૩ વિજળી ઘરો સુરક્ષીત રીતે કાર્યરત છે.
પરમાણું ઉર્જાથી વિજળી બનાવવામાં ભારત નવું નથી પરંતુ ભારત પરમાણુ ઉર્જાની નવી ટેકનીક માં સમગ્ર વિશ્વમાં પ્રથમ છે. દરેક ખેડૂતોએ ધ્યાનથી સાચી જાણકારી મેળવી અને કહયું કે તેમને અત્યાર સુધી સાચી જાણકારી ન હતી પરંતુ તેઓએ કહયું કે આજ સુધી કોઈએ તેમને સાચી જાણકારી આપી નથી. આજે તે પરમાણુ ઉર્જાથી વિજળી બનાવવા સંદર્ભે ઉપયોગીતા અંગે તેમજ ગુજરાતમાં મીઠી વિરડી પરમાણુ વિજળી મથક ની સ્થાપના થાય તે અંગે પુરો પ્રયાસ કરશે. 

Previous articleફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા દ્વારા મુખ્યમંત્રીને રાજવી તસવીર અર્પણ
Next articleબુદ્ધિ કસોટીમાં વિદ્યાર્થીઓ ઝળક્યા