ક.પરાના હત્યા કેસના બે આરોપીને આજીવન કેદ

754
bvn1822018-14.jpg

બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ક.પરા વિસ્તારમાં મહિલાની છેડતી બાબતે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ ધ્યાને રાખી બે આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ભાવનગર શહેરના ક.પરા. ટોલકીનગર, બાવાવાસ વિસ્તારમાં રહેતા કુમાર મંગાભાઈ મકવાણા (ઉ.વ.રર) જાતે કોળી નામનો શખ્સ કિસ્મતભાઈ ગોરધનભાઈ બારૈયા (રહે.ક.પરા ટોલકીનગર) સંબંધી અને હરેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (રહે.કાળીયાબીડ, સાગવાડી)ના દિકરાની વહુને કુમાર મંગા મકવાણા હેરાન પરેશાન કરતો હોય જેથી મરણ જનાર હસમુખભાઈ સાથે માથાકુટ થયેલી જે બાબતે મનદુખ ચાલતું હોય તેની દાઝ રાખી કુમાર મંગાભાઈ મકવાણા અને મયુર મંગાભાઈ મકવાણાએ એક સંપ કરી ગત તા.૪-૩-ર૦૧૬ના રોજ હસમુખભાઈ કિસ્મતભાઈ બારૈયા ઉપર છરી વડે કમરના ભાગે એક ઘા મારી જીવલેણ ઈજા કરી હસમુખભાઈનું મોત નિપજાવ્યું હતું. ઉક્ત બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હોવાની જે તે સમય મરણ જનાર હસમુખભાઈ કિસ્મતભાઈ ગોરધનભાઈ બારૈયાએ સ્થાનિક સી ડીવી. પો. મથકમાં જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦ર, જીપી એક્ટ ૧૩પ સહિતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ શનિવારે ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખિક પુરાવા ૧પ, લેખીત પુરાવા ૩૩ વિગેરે ધ્યાને લઈ બન્ને આરોપીઓ કુમાર મંગા મકવાણા અને મયુર મંગા મકવાણા બન્ને સગા ભાઈઓ સામેનો ગુનો સાબીત માની આજીવન સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, જીપી એક્ટની કલમ ૧૩પ મુજબના ગુનામાં ૪ માસની સાદી કેદની સજા અને રોકડા રૂા.ર૦૦નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧પ દિવસથી સજા અદાલતે ફટકારી હતી.

Previous articleફુલસર સ્થિત આવાસ યોજના વસાહતમાં ચોરી
Next articleએક સપ્તાહ પૂર્વે ૩ મેડીકલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો