બાયડના ચોઇલા રોડ ઉપર આવેલ શ્રીધર સોસાયટી તથા શારદાકુંજ સોસાયટીમાં તસ્કરોએ રાત્રી દરમિયાન ચાર બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી ૧ લાખ ઉપરાંતની તસ્કરી કરતાં હલચલ મચી ગઇ છે.
બાયડના ચોઇલા રોડ ઉપર આવેલ શ્રીધર સોસાયટી તથા શારદાકુંજ સોસાયટીમાં રાત્રી દરમિયાન તસ્કરોને મોકળુ મેદાન હોય તેમ એક સાથે ચાર મકાનોને નિશાન બનાવી મયુરભાઇ પુરોહીત તથા ચૌધરી મહેશભાઇ ના ઘરમાં પ્રવેશી અંદર રહેલ તીજોરી તથા કબાટો રફેદફે કરી અંદર રહેલા કિમતી દસ્તાવેજો ઉઠાવી ગયા હતા.
શ્રીધર સોસાયટીમાં તસ્કરોને બંધ ઘરમાંથી કઇ ન મળતાં તસ્કરોને ફેરો પડતાં બરોડા બેન્કમાં ફરજ બજાવતાં સાગરભાઇની ઘર આગળ પડેલ બાઇક ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ શારદાકુંજ સોસાયટીમાં બુધેશ્વરભાઇ કાપડીયા મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા તેનો લાભ લઇ તસ્કરો એ અંદરથી ૧ લાખ ઉપરાંતની તસ્કરી કરતાં ચકચાર મચી ગઇ હતી.
પોલીસે ડોગ સ્વોર્ડ સહિતની તપાસ હાથ ધરી હતી. એક સાથે ચાર બંધ મકાનના તળા તૂટતાં રાત્રી દરમિયાન પોલીસનો પેટ્રોલીંગ ફારસ સાબિત થયો હતો.પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પેટ્રોલીંગ સધન કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી હતી.