હિરાભાઈ સોલંકી દ્વારા રાજુલામાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો

726
guj1922018-1.jpg

રાજુલા માર્કેટયાર્ડ ખાતે આજે હીરાભાઈ સોલંકી આયોજીત ૨૪ દીકરીઓનો ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યાદાન સાથે પરશોત્તમભાી સોલંકીની અધ્યક્ષતામાં ધામધૂમથી સમુહલગ્નોત્સવ સંતોના આર્શીવાદથી ઉજવાયો.
રાજુલા ખાતે આજે હીરાભાઈ સોલંકી આયોજીત ૨૪ દિકરીઓનો કન્યાદાન સાથે સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ યોજાયો જે ઓધવજીભાઈ રામજીભાઈએ શરૂ કરેલ ૬૦ વર્ષની પરંપરાને જાળવી રાખવા તેના જ નામથી ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૩મો સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો માર્કેટયાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, જીએચસીએલ કંપનીના પાંડે બાબુભાઈ મકવાણા ડેડાણ, જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ અમરેલી જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શીયાળ. કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, સંજયભાઈ, કાળુભાઈ બારૈયા તેમજ ભાવનગરથી યુવા કોંળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દિવ્યેશ સોલંકીની આખી ટીમ ઉપસ્થિત રહેલ તેમજ ૨૪ યુગલોને સાધુ સંતો દ્વારા આર્શીવાદ અપાયા અને પરશોત્તમભાઈ સોલંકીએ તેના પ્રવચનમાં કહેલ કે આ મારા પીતાની જ પ્રેરણા રૂપી ગંગાનો પ્રવાહ અવીરત ચાલુ જ રહેશે અને તેના જ્ઞાતિ પ્રત્યેનો ભાવ મજબુત બને છે.