મહુવામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર બંધુઓ ફરાર

840
bvn1922018-3.jpg

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને મહુવા પોલીસે બાતમીના આધારે મહુવા જનતા પ્લોટના રહેણાંકી મકાનમાં દરોડો પાડીને ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે બુટલેગર બંધુઓ હાથ લાગ્યા ન હતા.
આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા, જનતા પ્લોટ નં.૨, બજરંગદાસ બાપાની મઢી પાસે રહેતાં લલીત ઉર્ફે લાલજી બોઘાભાઇ બારૈયા તથા તેનો ભાઇ જીજ્ઞેશ ઉર્ફે જીગો બોઘાભાઇ બારૈયા પોતાનાં રહેણાંક મકાનમાં ગે.કા. પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે.જે હકિકત આધારે એલ.સી.બી. તથા મહુવા પો.સ્ટે.નાં સ્ટાફનાં માણસોએ સંયુકત રીતે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને લલીત ઉર્ફે લાલજી બોઘાભાઇ બારૈયા તથા તેનો ભાઇ જીજ્ઞેશ ઉર્ફે જીગો બોઘાભાઇ બારૈયા રહે. મહુવાવાળા હાજર મળી આવેલ નહિ.તેનાં નવા બંધાયેલ મકાન સામે રસોડામાંથી પરપ્રાંત બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ સ્ન્ કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૧૯ કિ.રૂ.૫૧,૯૦૦/- તથા ૭૫૦ એમએલ કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૯ કિ.રૂ.૧૪,૭૦૦/- મળી કુલ રૂ.૬૬,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે બંને વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આમ, રૂ.૬૬,૬૦૦/-નાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ ટીમને સફળતા મળેલ છે. અને પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, ડ્રાયવર હારીતસિંહ ગોહિલ તથા મહુવા પો.ઇન્સ. જે.પી.ચૌધરી તથા પો.કો.ભદ્દેશભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.