રોયલ ફુટવેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : બે શખ્સો ઝડપાયા

746
bvn2022018-4.jpg

શહેરના મેઈન બજારમાં આવેલ ફુટવેરની દુકાનમાં થયેલ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી આ બનાવમાં સંડોવાયેલ દુકાનોન પુર્વ કર્મી તથા એક બાળ આરોપીની અટકાયત કરી છે.  ગત તા. ૧૭-રના રોજ રાત્રીના સમયે મેઈન બજારમાં આવેલ રોયલ ફુટવેર નામની દુકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સો રોકડ રકમ, સીસીટીવી કેમેરા, બુટ, ચપ્પલ સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ દુકાન માલિકે ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે અંગે સી.ડીવીઝન પો.સ્ટે.ના પી.આઈ. કે.સી.ઝાલા, ડી.સ્ટાફના પી.એસ.આઈ.  એમ.એસ.જાડેજા તથા સ્ટાફએ તપાસના આધારે નવાપરા વિસ્તારમાં રહેતો અને થોડા સમય પુર્વે ચોરી થયેલ દુકાનમાં કામ કરતો અફઝલ, રઝાક શાહ તથા એક સગીરને ઉઠાવી આગવી ઢબે પુછપરછ કરતા એફઝલે સગીરની મદદ વડે ચોરી કર્યાની કબુલાત આપી હતી આથી પોલીસે રોકડા રૂા. ૩,૯૭,૦૦ સીસીટીવી કેમેરા તથા હથિયાર કબ્જો કરી તપાસ આગળ ધરી છે.