સિહોર, તળાજા ન.પા. ભાજપને, ગારિયાધારમાં ૫૦-૫૦

1219
bvn2022018-2.jpg

સિહોર નગરપાલિકામાં કેસરીયો લહેરાયો
સિહોર તા. ૧૯
સિહોર નગરપાલીકાની ચૂંટણી ૧૭-ર-ર૧૦૮ના રોજ યોજાય હતી. જેમાં ૩૬ ભાજપ ૩૬ કોંગ્રેસ ૪૯ અપક્ષોએ ૯ વોર્ડ માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૬ર ટકા જેવું મતદાન થયું હતું. ભારે રસાકસી ભર્યા મતદાન ૧ર૧ ઉમેદવારોના જીતના દાવા સાથે તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતાં. ચોરેને ચોટે એક જ ચર્ચા ચાલતી હતી કે અમે જીતીશું, અમે જીતીશું પણ તમામ દાવા આજે ૧૯-રના રોજ પોકળ સાબિત થયા હતાં.
આજે નાયબ કલેકટર તથા મામલતદાર સાહેબની આગેવાનીમાં પોલીસમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સિહોર ટાઉનહોલ ખાતે મત ગણતરી સવારે ૯ કલાકે શરૂ થઈ હતી. જેમાં સૌ પ્રથમ વોર્ડ નં.૧માં ભાજપની પેનલ જીતી આવી શુભ શરૂઆત થઈ હતી. ત્યારે વોર્ડ નં.રમાં પણ પેનલ લાવી ભાજપમાં ખુશીનો માહોલ વાયો હતો. ત્યારે વોનર્ડ નં. ૩માં ભાજપની પેનલ ખંડિત થઈ હતી ત્યાં એક સીટી આચકવામાં કોંગ્રેસ સફળતા મેળવી ખાનું ખુલ્યું હતું. ત્યારે ૪ નંબરમાં ર ભાજપ- ર કોંગ્રેસને ફાળે રહી હતી ત્યારે શહેર પ્રમુખ તથા અગ્રણી એડવોકેટની પેનલે ભાજપની પેનલ જીતાડી પોતે પણ જીત્યા હતાં. આમ ૧ થી ૯ વોર્ડમાં ટોટલ ર૪ ભાજપ ૧૦ કોંગ્રેસ અને ર અપક્ષે જીતી હતી લોખમુખે ચર્ચાઓ થતી હતી કે પક્ષ અને સત્તા પરીવર્તન થશે પણ કોંગ્રેસની ટીકીટ ફાળવણીની ભુંડી ભુમિકાના ભોગે કોંગ્રેસનું ધોવાણ થયું હતું. ત્યારે સત્તાધીશ પક્ષે બહુમતી સાથે વિજયી બની રોડ પર સરઘસ કાઢયા હતાં. ત્યારે ધુરંધરો બન્ને પક્ષના હાર્યા હતાં. કોંગ્રેસના વિપક્ષ નેતા વિજય આલને માત આપી મુન્નાભાઈ દાનાભાઈ જીત્યા હતા, મહિલા કારોબારી ચેરમેન નંદનીબેન ભટ્ટને માત આપી ઉષાબેન જાની જીત્યા હતાં. ત્યારે શહેર પ્રમુખ શંકરમલ કોકરા વોર્ડ નં.પમાં પેનલ સાથે જીત્યા હતાં.
ભાજપ દ્વારા ટીકીટ નહીં ફાળવવામાં અસંતુષ્ઠોએ અપક્ષમાં ફોર્મ ભરી ભાજપને હરાવવાના મરણીયા પ્રયાસ કર્યા હતાં. પણ ગતટર્મમાં ૪ અપક્ષ જીત્યા હતા તેની સામે આ વખતે માત્ર ર જીત્યા છે. ગત ટર્મમાં કોંગ્રેસ ૯ બેઠક જીતી હતી ૧/૩ જીત હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ ધોવાણ થઈ માત્ર ૩૬/૧૦ બેઠકો લઈ સંતષો માનવો પડ્યો હતો. આમ, ઉપરોકત પરિણામોનો અંત આવતા તંત્રમાં હાશકારો, બહુમતી સાથે સત્તામાં ભાજપની સરકા બેસશે. 
ઉપરોકત રીઝલ્ટમાં ડે. કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર સહિત મામલતદાર ઓફીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારથી આઈ ખાંભલા તથા વલ્લભીપુર પીએસઆઈ રીઝવી તથા સિહોર-સોનગઢ પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. 

સિહોર ન.પા.ના વિજેતા ઉમેદવારો
વોર્ડ     ઉમેદવારનું     પક્ષ
નં.    નામ
૧    અશોકભાઈ વાળા    બીજેપી
    વિક્રમભાઈ નકુમ    બીજેપી
    સોનલબેન જાની     બીજેપી
    સવિતાબેન ગોહિલ    બીજેપી
ર    ચતુરભાઈ રાઠોડ    બીજેપી
    વર્ષાબેન રાઠોડ    બીજેપી
    વિજયભાઈ પરમાર    બીજેપી
    હંસાબા ગોહિલ    બીજેપી
૩    હંસાબેન પરમાર    બીજેપી
    હિરાબેન સોલંકી    કોંગ્રેસ
    ડાયાભાઈ રાઠોડ     બીજેપી
    ભરતભાઈ દાનાભાઈ    બીજેપી
૪    અલ્પેશભાઈ ત્રિવેદી    બીજેપી
    રૂપલબેન રાઠોડ    બીજેપી
    મુકેશભાઈ જાની    કોંગ્રેસ
    ઉષાબેન જાની    કોંગ્રેસ
પ.    રેણુકાબેન જાની    બીજેપી
    મંગુબેન જીંજુવાડીયા    બીજેપી
    શંકરમલ કોકરા    બીજેપી
૬    પ્રીતિબેન વાઘેલા    બીજેપી
    વહીદાબેન પઢીયાર    કોંગ્રેસ
    કિરણભાઈ ઘેલડા    કોંગ્રેસ
    ભરતભાઈ રાઠોડ    અપક્ષ
૭    નટુભાઈ મકવાણા     બીજેપી
    દિપ્તીબેન ત્રિવેદી    બીજેપી
    દિવ્યાબેન મહેતા    કોંગ્રેસ
    સુભાષભાઈ રાઠોડ    કોંગ્રેસ
૮    અશ્વીનભાઈ બુઢનપરા    બીજેપી
    હિરલબેન બુધેલીયા    કોંગ્રેસ
    હિનાબેન ગઢાદરા    બીજેપી
    કરીમભાઈ સરવૈયા    કોંગ્રેસ
૯    ચંદ્રીકાબેન નમસા    કોંગ્રેસ
    રજાકભાઈ સોલંકી    બીજેપી
    ઈકબાલભાઈ સૈયદ    કોંગ્રેસ
    ગીતાબેન ચૌહાણ    અપક્ષ

ગારિયાધાર ન.પા.માં ભાજપ-કોંગ્રેસની ટાઈ
ગારિયાધાર,તા.૧૯
ન.પા.ચૂંટણી જાહેર થતા જ ગુજરાત જન ચેતના પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો એડીચોટીનું જોર લગાવીને ન.પા.માં સત્તા હાંસલ થાય તેવા હેતુથી ચૂંટણી પ્રચારમાં પોતપોતાના ઉમેદવારોનો પ્રચાર કરતા દેખાયા હતા.
જ્યારે આજરોજ અત્રેની એમ.ડી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી હોવાથી વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા પોત-પોતાના ઉમેદવારના પરીણામની રાહ જોઈને ઉભા હતા જ્યારે મત ગણતરીના પ્રારંભે ૪ વોર્ડ નં.૧માં કોંગ્રેસની પેનલના આલુબેન કંટારીયા, હીરાબેન જીવાણી રમેશભાઈ પાળીયાદ્રા, હીંમતભાઈ માણીયાનો વિજય થયેલ, વોર્ડ નં.૨માં ભાજપની પેનલના દેવકુંવરબેન, વનીતાબેન કંટારીયા શાંતીભાઈ, ભાવેશભાઈનો વિજય થયેલ વોર્ડ નં.૩માં  કોંગ્રેસના સમીમબેન કાસમાણી મંજુલાબેન વણજારા, નજીરમીયા સૈયદ ધનસુખભાઈ ધામેલિયાનો વિજય થયેલ વોર્ડ નં.૪માં ભાજપની પેનલના મધુબેન જેઠવા, હંસાબેન સોરઠીયા, વલ્લભભાઈ, પ્રફુલભાઈનો વિજય થયેલ વોર્ડ નં.૫માં કોંગ્રેસ બન્ને પક્ષોના ૨-૨ ઉમેદવારો વિજય થયેલ વોર્ડ નં.૬માં ભાજપના ગૌરીબેન બારૈયા, રસીલાબેન, ઓધાભાઈ પરમાર, તુલસીભાઈ ભરોળીયા વિજયી થયેલ વોર્ડ નં.૭માં કોંગ્રેસની પેનલના કૈલાસબેન, જુબેદાબેન, રમેશભાઈ, અશોકભાઈ (સરકાર)વિજયી થયેલ.
આમ તમામ વોર્ડમાં સીટોની ગણતરી પ્રમાણે જોઈએ તો બન્ને પક્ષના ૧૪-૧૪ સદસ્યો ચૂંટાયા છે. જ્યારે ગત ટર્મમાં ભાજપા દ્વારા સસ્પેન્ડ કરાયેલા સદસ્યો જે કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા તે સભ્યો પૈકી ત્રણ સદસ્યો કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલ અને વિજયી થયેલ છે જ્યારે ભાજપમાં કેટલાક દિગ્ગજોને પરાજય પણ મળેલ છે. જો કે ચૂંટણી પરીણામો સરઘસો જોવા મળ્યા હતા. 

તળાજા નગર પાલિકામાં ભાજપનો વિજય
ભાવનગર,તા.૧૯
ગત તા.૧૭નાં રોજ યોજાયેલી તળાજા નગર પાલિકા ચૂંટણીની મતગણતરી આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી જેમાં કુલ ૨૮માંથી ભાજપને ૧૬ બેઠકો મળતા ન.પા.ઉપર કબ્જે મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી તળાજાના વોર્ડ નં.૬માં ઐતિહાસિક ઘટના બની હજી તેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષનાં મળી ચારેય મહિલાઓનો વિજય થયો હતો.
તળાજા નગર પાલિકામાં વોર્ડ નં. ૧માં ભાજપનાં આઈ.કે.વાળા, ચેતનાબા ડી.વાળા તથા કોંગ્રેસનાં કલ્પનાબા એ. વાળા તથા શક્તિસિંહ જે.વાળા વિજેતા થયેલ વોર્ડ નં.૨માં કોંગ્રેસની પેનલ દેવુબેન ચૌહાણ, ભાવનાબા ચૌહાણ, મુસ્તુફા કાચલીયા, શોયેબ હનિફભાઈ ચોહાણ વિજેતા થયેલ જ્યારે વોર્ડ નં.૩માં પણ કોંગ્રેસની પેનલનાં ઈર્શાદ મલીક, મુમતાજબેન મેમણ, સુનિલભાઈ ચૌહાણ, જીલુબેન મહંમદભાઈ નાગરિયાનો વિજય થયેલ વોર્ડ નં.૪માં ભાજપની પેનલનાં ડો. અરવિંદ મોરડીયા, જ્યોત્સનાબેન સરૈવયા, વિનુભાઈ વેગડ, ભાવનાબેન ભાલીયાનો વિજય થયેલ જ્યારે વોર્ડ નં.૫માં ભાજપનાં દિનેશભાઈ પરમાર પ્રદિપસિંહ ગોહિલ, લાડુબેન રાઠોડ, હીનાબેન બારૈયા વિજેતા બનેલ વોર્ડ નં.૬માં ગીતાબેન રાઠોડ, રમાબેન ડાભી, દિવ્યાબા સરવૈયા, રેખાબેન પંડ્યા તેમજ વોર્ડ નં.૭માં ભાજપનાં આરજુબેન ભુરાણી, ઈમરાનભાઈ ભુરાણી, દક્ષાબા સરવૈયા તથા રણછોડભાઈ ચાવડાનો વિજય થયો હતો.

Previous articleભાજપ દ્વારા આતશબાજી કરાઈ
Next articleગાંધી આશ્રમ શાંતિ – માનવતા,સત્યનું અનુપમ સ્થળ છે : કેનેડાના પ્રધાનમંત્રી