ચિલોડાની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને લાફો મારતાં હોબાળો

551

ગાંધીનગર નજીક આવેલા ચિલોડાની સ્વામિનારાયણ ગુરુકુલના આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળી ગયા હતા તો વાલીઓએ શાળામાં આવીને આચાર્ય અને સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો. વાત વધુ વણસે નહીં તે માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.

ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા ગામની સ્વામિનારાયણ ગુરુકુલ હાઇસ્કુલમાં થોડા દિવસ અગાઉ આવેલા આચાર્યએ શાળાના સમય સહિત વિવિધ નિયમોમાં ફેરફારો કર્યા હતા. જેમાં શાળાનો સમય બપોરે ૧૨ થી સાંજે પનો હતો તે બપોરે ૧૨.૩૦ થી ૫.૩૦ કર્યો હતો. જેની સામે વિદ્યાર્થીઓએ જુનો સમય ચાલુ રાખવા માટે માંગણી કરી હતી. આ માંગણી આચાર્યએ સંતોષી ન હતી. એટલું જ નહીં અન્ય કારણોસર પણ વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માર મારવા ઉપરાંત અંગુઠા પકડાવવા અને ઉઠકબેઠક કરાવવામાં આવી હતી.

જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા તો વિદ્યાર્થીઓને ન ફાવતું હોય તો બહાર નીકળી જવા કહેવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. તો બીજી બાજુ જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો તેમના વાલીઓએ શાળામાં જઇને હોબાળો મચાવ્યો હતો. મામલો વધુ વણસે નહીં તે માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આખરે પોલીસની દરમ્યાનગીરીથી આચાર્યને ટકોર કરીને સમાધાન કરવામાં આવ્યું હતું.

Previous articleસેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળ ૧૫ દિવસથી ગટર ઉભરાય છે
Next articleશાળા કોલેજો પાસે રોમિયોગીરી અટકાવવા પોલીસની ખાસ ડ્રાઈવ