ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એસટી પ્રશ્ને ધરણા

1100
guj1782017-3.jpg

ધોળકા તથા આસપાસના વિસ્તારોમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા રોજીરોટી મેળવવા માટે ગરીબ તેમજ વેપારી વર્ગ તથા સરકારી કર્મચારીઓ માટે રેલ્વે લાઈફલાઈન સમાન હતી પરંતુ હાલ અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક મીટર ગેજમાંથી બ્રોડમાં બદલવાની હોવાથી રેલવે તંત્ર દ્વારા રેલ સેવા બંધ કરવામાં આવી છે જેથી ઉપરોક્ત અપડાઉન કરતા લોકોને નાછુટકે એસ.ટી. બસમાં અપડાઉન કરવાની ફરજ પડે છે પરંતુ એસ.ટી. તંત્ર આ બાબતે ગંભીર ન હોય અપડાઉન કરતા લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈપણ નિકાલ નહીં આવતા અપડાઉન કરતા નાગરિકોની સમસ્યાને વાચા આપી બહેરી સરકાર સુધી અવાજ પહોંચાડવા આવતીકાલે સવારે ૧૦-૦૦ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Previous articleમહિલાઓના રક્ષણ અને સમાન હક્ક માટે નારી અદાલતો કાર્યરત છે : લીલાબેન
Next articleમોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ