અમદાવાદ એરપોર્ટ પર નવા બૉડી સ્કેનર : મુસાફરોને રાહત થશે

547

શહેરના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પેસેન્જરોના ચેકિંગ માટે સીઆઈએસએફ સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટરના બદલે બૉડી સ્કેનર મશીન મુકાશે. સપ્ટેમ્બર મહિના સુધીમાં નવા બોડી સ્કેનર મશીન મુકાયા બાદ પેસેન્જરોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડશે નહીં, જેના કારણે પહેલા ૧૫થી ૧૮ સેક્ધડ એક પેસેન્જર પાછળ થતી હતી જે હવે પાંચ સેકેન્ડની થઈ જશે. આમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રિના સમયે પેસેન્જરોને સીઆઈએસએફના સિક્યોરિટી એરિયામાં લાંબો સમય ઊભા રહેવું નહીં પડે.

શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર સીઆઈએસએફની સિક્યોરિટી હાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગમાં મોબાઇલ, પાકીટ, લેડીઝ પર્સ કે બીજી વસ્તુઓ કાઢી નાખવી પડતી હતી. બાદ મહિલા અને પુરુષ તેમજ બાળકોનું ફિઝિકલ રીતે બૉડીને ટચ કરીને ચેકિંગ કરાતું હતું. આ જૂની સિસ્ટમના કારણે પેસેન્જરો અકળાતા હતા. કેટલીકવાર તો મહિલા પેસેન્જરો પણ ગુસ્સે થઈ જતી હતી. આવી સમસ્યા ન થાય તે માટે એરપોર્ટ ઓથોરિટીએ ત્રણ ડોમેસ્ટિકમાં અને પાંચ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બૉડી સ્કેનર મશીન મૂકવાનું નક્કી કર્યું છે. એરપોર્ટ પર નવા બોડી સ્કેનર મશીન લગાવ્યા બાદ પેસેન્જરોએ કોઈ પણ ચીજવસ્તુ કાઢવી પડશે નહિ. સ્કેનરમાં પેસેન્જર આવી જાય પછી તેની પાસે કંઇપણ શંકાસ્પદ વસ્તુ હશે તો સ્કેનર સાથે લિંક કોમ્પ્યુટરમાં તેની ઇમેજ સ્પષ્ટ દેખાઇ જશે. મેટલ કે નોન મેટલ વસ્તુ હશે પણ પકડાઈ જશે. શંકાસ્પદ જણાશે તો અલગ રીતે તપાસ કરાશે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં ઘટાડો થયો
Next articleવડોદરા પૂર : રહેણાંક વિસ્તારોમાંથી ૧૮ મગર, ૩ કાચબા, ૨૭ સાપ ઝડપાયા