વિસનગર ન.પા.ના પ્રમુખ સહીતનાં સભ્યોએ કેસરિયો ધારણ કર્યો

493

ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલની હાજરીમાં કોબા સર્કલ સ્થિત કમલમ્‌ ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનઓ તથા સભ્યોઓ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપાની અખબારી યાદી જણાવે છે કે, સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત હાલ ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને સૌ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકામાં વિકાસ મંચના નામથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી વિજેતા બનેલા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગાવિંદભાઇ પટેલ, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન કામીનીબેન પટેલ, સ્વચ્છતા કમિટિના ચેરમેન દમયંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મીબેન બારોટ, વિસનગર નગરપાલિકાના સભ્યો ભરત પટેલ, જગદીશ ચૌહાણ અને આશાબેન પ્રજાપતીએ ભાજપાનો કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત્‌ રીતે ભાજપામાં જોડાયા હતા.

ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ જણાવ્યું હતું કે, ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાઓ સતત કાર્યરત છે. સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ છે.

Previous articleસીબીએસઈ ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર
Next articleઆજે રૂપાણી શાસનના ૩ વર્ષ પૂર્ણ.. સીએમ દ્વારા ‘મનની મોકળાશ’ કાર્યક્રમની શરૂઆત