કોર્પોરેશન જ સાબરમતી નદીમાં ગટરના પાણી ઠાલવી ૯૦ ટકા પ્રદૂષણ કરે છે : ચેમ્બર

495

ગ્રીન ટ્રિબ્યુનલે અમદાવાદ સહિત ગુજરાતની ૧૦૦ જેટલી ઔદ્યોગિક વસાહતોને અતિ પ્રદૂષિત વિસ્તાર જાહેર કરતો ચુકાદો આપ્યો છે. જેની ફેરવિચારણા કરવા ચેમ્બર ઓફ કોમર્સે વડાપ્રધાન સહિત ટ્રિબ્યુનલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાબરમતી નદીના પ્રદૂષણમાં ૯૦ ટકા હિસ્સો કોર્પોરેશનનો છે અને જ્યારે ૧૦ ટકા જ જીઆઈડીસીના ૧૨૦૦ એકમોને છે.

ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બુચે પત્રમાં જણાવ્યું છે કે, નેશનલ ગ્રીન કાઉન્સિલનો આ ચુકાદો સીઇપીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકા વિરુદ્ધનો છે. તેમજ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તેમજ કેન્દ્રીય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે આપેલા પરિણામો અલગ અલગ હોવાથી પુનઃ ચકાસણી માટે જણાવ્યું છે અને ચુકાદાનો અમલ મોકૂફ રાખવા રજૂઆત કરી છે. સાબરમતીમાં ડિસ્ચાર્જ થતા કુલ ૧૨૦૦ એમએલડી જેટલા પ્રદૂષિત પાણીમાં કોર્પોરેશનનો હિસ્સો ૧૦૫૦ એમએલડી એટલે કે ૯૦ ટકા પ્રદૂષણ કરે છે. જ્યારે જીઆઇડીસીના ૧૨૦૦ એકમો માત્ર ૧૦ ટકા હિસ્સો પ્રદૂષિત પાણી વેસ્ટ કરે છે. જીપીસીબી અને કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નમૂનાના આધારે કરેલી ચકાસણી પણ જુદા જુદા પરિણામ બતાવતા હોવાથી નમૂના ફરીથી લેવા જોઈએ.

ચેમ્બરે લખેલા પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ગ્રીન ટ્રીબ્યુન્લના ચુકાદાથી પર્યાવરણના બધા જ નિયમોનું પાલન કરતાં ઉદ્યોગો પણ દંડાઈ રહ્યા છે. પાલન ન કરતા દંડાય તેની સામે અમને કોઈ વાંધો નથી.

નેશનલ ટ્રિબ્યુનલના આ નિર્ણયથી એવા ઉદ્યોગો પણ દંડાઈ રહ્યાં છે જેઓ પર્યાવરણના બધાજ નિયમોનું પાલન કરી રહ્યા છે. જેથી આ ચુકાદો એક બ્લેન્કેટ ચુકાદો છે અને તમામ ઉદ્યોગોને ફટકો પડશે.

Previous articleઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સાથે ઈ-ગેટ સિસ્ટમ શરૂ, ડેટા મેચ નહીં થાય તો પેસેન્જરો અટવાશે
Next articleમગફળીની વાવણીમાં ૧૧૭૯ હેક્ટરનો વધારો