ગારિયાધાર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

1233
bvn1782017-6.jpg

ગારિયાધાર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ શહેરની તાલુકા શાળામાં તા.૧૬-૯-૧૭ના રોજ યોજાયો. જેમાં સ્થળ ઉપર પ્રાથમિક પ્રશ્નો અને લોકોના કામકાજનો ઉકેલ આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો. જેમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, વિધાનસભા સીટના વિસ્તારક ભરત મોણપરા, નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ જાદવ, ઉપપ્રમુખ રમેશભાઈ વાજા તથા નિલેશ રાઠોડ, જયેશ નાકરાણી, સંજય કંટારીયા, વિશાલ ચૌહાણ સહિત ઉપસ્થિત રહેલ તેમજ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર કનકસિંહ ચુડાસમા તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.