વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવા જિલ્લાની ૯ શાળાની FRCને દરખાસ્ત

404

જિલ્લાની નવ શાળાઓએ એફઆરસીએ નિયત કરેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી કરતા વધુ ફીની મંજુરી માટે એફઆરસીમાં દરખાસ્ત કરી છે. જ્યારે જિલ્લાની ૧૩૨ શાળાઓએ એફઆરસીએ નિયત કરેલા નિયમ મુજબ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવતી હોવાનું એફિડેવીટ કર્યું છે.

જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની ફી નામે ચાલતતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્ય સરકારે ફી નિયમનનો કાયદો બનાવ્યો છે. ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે ફી નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક માટે પ્રત્યેક વિદ્યાર્થીની વાર્ષિક ફી રૂપિયા ૧૫૦૦૦, માધ્યમિકના વિદ્યાર્થી દીઠ રૂપિયા ૨૫૦૦૦ અને ઉચ્ચત્તર માધ્યમિકના એક વિદ્યાર્થીની ફી રૂપિયા ૨૭૦૦૦ અને સાયન્સના વિદ્યાર્થી માટે ફી નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત જો કોઇ ખાનગી શાળાએ એફઆરસીએ નક્કી કર્યા મુજબની ફી કરતા વધારે ફી લેવી હોય તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાના આધારા પુરાવા રજુ કરીને વધુ ફીની માંગણી કરવાની રહેશે. વધુ ફીની શાળાની દરખાસ્તનો એફઆરસી દ્વારા અભ્યાસ કર્યા બાદ તેને વિદ્યાર્થી દીઠ કેટલી ફી લેવી તે નક્કી કરવામાં આવશે તેવો નિયમ બનાવ્યો છે.

તેમ છતાં જિલ્લાની નવ શાળાઓએ ચાલુ વર્ષે નિયત ફી કરતા વધુ ફી લેવા માટે એફઆરસીમાં દરખાસ્ત મોકલી છે. એફઆરસીમાં દરખાસ્ત કરનાર શાળાઓએ પ્રાથમિકના પ્રિપ્રાયરમી, લોઅર પ્રાયમરી, અપર પ્રાયમરી, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તેવી અલગ અલગ દરખાસ્ત મોકલી છે. ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી મિડિયમની શાળા માટે પણ અલગ ફીની દરખાસ્ત મોકલી છે. શાળાઓએ ફીના વધારાની દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ તેને મંજુર કરવામાં આવશે.

એફઆરસીએ નિયત કરેલી ફી મુજબની જ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવશે. ઉપરાંત અન્ય કોઇપણ હેડના બહાને વિદ્યાર્થીઓ પાસેથી વધારી ફી લેવામાં આવશે નહી તેવું એફિડેટીવ જિલ્લાની ૧૩૨ ખાનગી શાળાઓએ એફિડેવિટ કર્યું છે.

Previous articleવરસાદ બાદ પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાલો ફાટી નીકળ્યો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં વધારો
Next articleવાલીએ મારું ગળું પકડી ઝાપટ મારી, આચાર્યએ ધમકી આપી