અમદાવાદમાં ઝરમર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, રસ્તાઓ પણ ધોવાયા

449

અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર-ઠેર ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ૧૫ ઓગસ્ટે બપોરથી અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને રસ્તાઓ પણ ધોવાયા છે. વરસાદના કારણે રક્ષાબંધન તહેવારમાં જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે પણ વહેલી સવારથી શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ સહિત વડોદરા રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઠેર-ઠેર રક્ષાબંધનના દિવસે વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતનાના અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Previous articleબાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાઈ, બેનાં મોત
Next articleપાણી વિતરણના ૨૨ કરોડના ખર્ચ સામે પાયોવિને ૪ કરોડની જ આવક