સે-૨૩માં વધુ એક કારના ટાયર ચોરી, ગાંધીનગરમાં ટાયર ચોરતી ગેંગનો તરખાટ યથાવત્‌

788
gandhi2622018-3.jpg

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ઘર આંગણે પાર્ક થયેલી કારના ટાયર ચોરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે શહેરના સે-૨૬માં એક જ રાતમાં બે કારમાંથી ટાયરોની ચોરીની ઘટના બનવા પામી હતી ત્યારે સે-ર૩માં પણ કારના ટાયર ચોરાતાં સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.  
ટાયર ચોરતી ગેંગ સક્રીય થતાં હવે કાર માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યુ છે અને આ ચોરી કરતાં તસ્કરો હજુ પકડાયા નથી ત્યારે પોલીસ માટે ટાયરો ચોરતી ટોળકી પડકારરૃપ સાબિત થઈ છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી રાત્રીના સમયે આવતી ટોળકી ઘરઆંગણે પાર્ક થયેલા વાહનોમાંથી ટાયરો ચોરી પલાયન થઈ રહી છે. 
અગાઉ શહેરના સે-ર૭, ૬, સે-પ, સિવિલ હોસ્પિટલમાં પાર્ક થયેલી કારના ટાયરો ચોરાયા હતા અને ટોળકીનો કોઈ અતોપતો લાગ્યો નથી ઉપરાંત સે-ર૬ને ટોળકીએ નિશાન બનાવ્યું હતું.
સે-ર૬માં કિસાનનગર ખાતે પણ એક જ રાતમાં બે કારના ટાયર ચોરાયા હતા. ત્યારે સે-ર૩માં પણ પ્લોટ નં.૩૭૭માં રહેતાં નિવૃત અધિકારી જશવંતભાઈ કાનજીભાઈ માકડીયાની ઘર આગળ પાર્ક કરેલી કાર નં.જીજે-૧૮-બીએચ-૩૮૪૨ ના પણ ટાયર ચોર ટોળકી ટાયર ચોરીને પલાયન થઈ જતાં સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.