થરાદ સાંચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

486

થરાદ સાચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે ૫ વ્યક્તિઓ કારમાં થરાદથી સાંચોર તરફ જઈ રહ્યાં હતા ત્યારે મોડીરાતે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થરાદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી
Next articleમુંબઇમાં ગુજરાતની નકલી HSRP નંબર પ્લેટો બનાવાતી હતી, એકની ધરપકડ